Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કતારગામમાં હીરાના વેપારી પાસેથી 2.76 લાખના હીરા ખરીદી છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત:કતારગામ બડા ગણેશ મંદિર પાસે આરજેડી બિઝનેસ હબમાં ઓફિસ ધરાવતા હીરા વેપારી પાસેથી રૃ।. ૨.૭૬ કરોડના રફ હીરા ખરીદી ચેકનું સ્ટોપ પેમેન્ટ કરી કતારગામના હીરા વેપારીએ છેતરપિંડી આચરી હતી.

પોલીસસૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ડુમસરોડ વી.આર. મોલ  પાસે વાસ્તુમ લકઝરીયા એ-૫ - ૩૦૨માં રહેતા રાજેશભાઇ ભગવાનભાઇ સુતરીયા કતારગામ બડાગણેશ મંદિર પાસે આરજેડી બિઝનેસ હબમાં હીરાની ઓફિસ ધરાવે છે.

ગત ૧૫ જૂન, ૨૦૧૭થી ૨૩ જૂન ૨૦૧૭ દરમિયાન હીરા વેપારી ઘનશ્યામભાઇ ગોરધનભાઇ સામલીયા (રહે. ૨૬, ચિત્રકુટ સોસાયટી, રાશી સર્કલ, ગજેરા સ્કૂલની બાજુમાં, કતારગામ, સુરત. મૂળ રહે. અમરેલી)એ રૃ।. ૨,૭૫,૮૭,૦૨૪ની કિંમતના ૧૮,૮૨૦.૫૪ કેરેટ રફ હીરા ખરીદયા હતા.

ઘનશ્યામભાઇએ  રાજેશભાઇને પેમેન્ટ પેટે ચેકો આપ્યા હતા. જો કે, બાદમાં તેનું પેમેન્ટ અટકાવી દીધું હતું. ત્યારબાદ પણ  પેમેન્ટ નહીં કરનાર ઘનશ્યામભાઇ વિરૃદ્ધ ભોગ બનનાર રાજેશભાઇએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. એ.બી. મહેરીયાએ વધુ તપાસ  હાથ ધરી છે.

(5:35 pm IST)
  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનએ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સામે મોટા આક્ષેપો કર્યા છે. અહેવાલો અનુસાર, અઝહરૂદ્દીને આક્ષેપ કર્યો છે કે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના કેટલાક સભ્યો તેમને HCA પ્રમુખની ચુંટણીમાં ભાગ લેવાથી રોકવા માંગે છે. access_time 1:19 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST