Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અમદાવાદમાં અનુસુચિત જાતિના ધારાસભ્યોના સન્માન કાર્યક્રમમાં સરકારની નીંદા કરાતા ભાજપના ધારાસભ્યો સ્ટેજ છોડીને જતા રહ્ના....

અમદાવાદ : વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ અનુસુચિત જાતિના ધારાસભ્યોનો સન્માન સમારંભમાં ભાજપની   નીંદા કરવામાં આવતા ભાજપના બન્ને ધારાસભ્યો સ્ટેજ છોડીને નીકળી જતા ભારે હોબાળો મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ટાઉન હોલ ખાતે અનુસુચિત જાતિનાં ધારાસભ્યોનો સન્માન સમારંભ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ દલિત સમાજની સ્થિતિ મુદ્દે રાજય સરકાર ઉપર પ્રહારો કરતા ભાજપનાં નારાજ ધારાસભ્યો કરશનભાઇ પરમાર અને પ્રદિપ પરમાર ચાલુ કાર્યક્રમ છોડીને નીકળી ગયા હતાં.

તેઓને આગેવાનો દ્વારા મનાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં. પરંતુ તેઓ કાર્યક્રમ અધવચ્ચે છોડીને જતા રહેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

 

(5:08 pm IST)