Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

અમદાવાદમાં પતંગ દોરીના સ્ટોલ ઉપર રસિયા ઉમટ્યા

જીએસટીની અસર છતાં છેલ્લા દિવસે ધુમ ખરીદી : અમદાવાદમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાનું વેચાણ : બજારમાં લીલો તેમજ સુકો ઘાસચારાનો જથ્થો

અમદાવાદ,૧૩ : આવતીકાલે ઉત્તરાયણ હોવાથી પતંગ રસિકોમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જણાઈ રહ્યો છે. ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે દોરીના ભાવમાં ઉલ્લેખીય વધારો થયો હોવા છતાં પણ બજારમાં છેલ્લા દિવસે ભારે પડાપડી જોવા મળી હતી. શહેરમાં પતંગ અને દોરીના સ્ટોલમાં પણ તેટલો જ વધારો જોવા મળ્યો હતો. આ વર્ષના પતંગના ભાવો આસમાને હોવા છતાં પણ પતંગ રસિકોનો ઘસારો જોતાં વેપારીઓએ પણ ઓછા નફાથી માલ વેચવાનો શરૂ કરી દીધો હોવાનું એક વેપારીએ જણાવ્યું હતું. ઉત્તરાયણ પર્વ દાન, પુણ્ય અને ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવવાનો પર્વ અને આખો દિવસ ધાબા ઉપર જઈને પતંગ ચગાવવાની સાથે ઉંધીયા જલેબીની લિજ્જત માણવાનો પ્રસંગ છે. આવતીકાલે સવારથી જ શહેરમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાનું વેચાણ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવશે. ઉંધીયા અને જલેબીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવતીકાલે ગરમ ગરમ જલેબી અને ઉંધીયાનું પણ ખૂબ જ મહત્વ છે ત્યારે શહેરમાં આવેલ ફરસાણોની દુકાનોના વેપારીઓએ ઉત્તરાયણના પર્વને ધ્યાને લઈ વિવિધ શાકભાજીઓ ખરીદી કરી ઉંધીયું તૈયાર કરી વેચાણ અર્થે ઠેર ઠેર મુકવામાં આવ્યું છે પરંતુ ચાલુ વર્ષે મોંઘવારી વધતાની સાથે સાથે વિવિધ શાકભાજીઓના ભાવો પણ ઉચંકતા ઉંધીયાંના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉત્તરાયણના દિવસે શેરડીનું પણ ખાસ વિતરણ કરવામાં આવે છે. ઉત્તરાયણના દિવસે ગાયોને ઘાસચારો ખવડાવીને પુણ્ય મેળવવા માટે દાતાઓ બજારમાંથી ખરીદીને ઘાસચારો ગાયોને દાન કરશે  તે માટે અત્યારથી જ બજારમાં લીલો અને સુકો ઘાસચારો લઈને ગાડાં ભરીને વેપારીઓ બજારમાં આવી ગયા છે.એકંદરે જોરદાર ઉત્સાહ ચારે બાજુ જોવા મળે છે. આ વખતે જએસટી ના કારણે પતંદ અને દોરના કારોબારમાં માઠ અસર થઇ છે. ભાવમાં આશરે ૨૦ ટકાનો વધારો થયો હોવા છતાં પતંગના રસિયા લોકો હવે આ પર્વની ઉજવણીને છોડવા માંગતા નથી. પર્વને શાનદાર રીતે મનાવવા માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ વખતે પણ હમેંશાન જેમ જુદા જુદા પ્રકારના પતંગ આકર્ષણ જમાવે છે. જેમાં નરેન્દ્ર મોદ, રાહુલ ગાંધીના પતંગનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળકોના લોકપ્રિય શોના પતંગોન પણ બોલબાલા રહે છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાં જએસટી વ્યવસ્થા અમલ બન્યા બાદ તમામ નાના મોટા ઉદ્યોગો પર તેની અસર થઇ છે. પતંગ અને દોરી બજાર પણ બાકાત નથી. પરંતુ અમદાવાદ શહેરના મુખ્ય બજાર દિલ્હી દરવાજા, રાયપુર બજારમાં પતંગના રસિયા લોકો ખરીદી માટે છેલ્લા દિવસે ઉમટી પડ્યા હતા. જુદા જુદા પ્રકારના માસ્ક પણ આકર્ષણના કેન્દ્ર રહ્યા છે.

(12:56 pm IST)
  • સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ પૈકી એક, જેમણે ભારતના મુખ્ય ન્યાયાધીશ સામે બળવો કરવાના પગલા લીધા છે, તેવા શ્રી કુરિયન જોસેફે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમણે જે મુદ્દાઓ ઉઠાવ્યા છે, તે મુદ્દા કોર્ટની અંદરજ ઉકેલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિવાદને બહારથી ઉકેલવાની જરૂર નથી. જો કે, તેમણે આજે પુનરોચ્ચાર કર્યો હતો કે સુપ્રીમ કોર્ટમાં સુધારા કરવાની જરૂર તો છેજ. access_time 11:31 pm IST

  • કર્ણાટકના ઉદ્યોગમંત્રીએ બેંગલુરુને દેશની બીજી રાજધાની બનાવવાની માગણી કરી access_time 11:57 am IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST