Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

આવાસ યોજનામાં કથિત ભ્રષ્ટ્રાચાર મામલે તપાસ શરુ :કમિટીના વડોદરામાં ધામા

મ્યુનિ,કમિશનર વિનોદ રાવ સહીત ડેપ્યુટી ઇજનેરોની પૂછપરછ કરાઈ : અન્ય અધિકારીઓ સાથે મેરેથોન બેઠક

વડોદરા :વડોદરામાં આવા યોજનામાં કથિત ભ્રષ્ટ્રાચાર મામલે તપાસ મામલે રચાયેલ કમિટીએ તપાસ શરુ કરી છે મહાપાલિકામાં આવાસ યોજનામાં થયેલા કથિત બે હજાર કરોડના કૌભાંડ મામલે હાઉસિંગ બોર્ડના ત્રણ અધિકારીઓ આ તપાસમાં સામેલ થયા છે.

  આ કમિટી દ્વારા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સહિત ડેપ્યુટી ઈજનેરની પૂછપરછ કરવામાં આવી છે. આ ટીમ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ સાથે મેરેથોન બેઠક પણ કરી રહ્યા છે.

  અત્રે ઉલ્લખનીય છે કે કથિત બે હજાર કરોડના કૌભાંડ મામલે સીએમ વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરી પૂનમચંદ પરમારને તપાસ સોંપી હતી જે  એક સપ્તાહમાં સીએમને રિપોર્ટ સોંપવાનો છે.

(12:01 pm IST)