Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

અમદાવાદ શહેરમાં હળવા વરસાદના છાંટા : ઠંડી વધી

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૨.૮ ડિગ્રી : ઠંડી વધવાના હજુય સાફ સંકેતો : અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે હવામાનમાં પલટો

અમદાવાદ, તા. ૧૨ : રાજ્યના જુદા જુદા ભાગોમાં હવામાનમાં આવેલા પલટા વચ્ચે મોડી સાંજે અમદાવાદમાં પણ વાતાવરણ બદલાયું હતું અને કેટલીક જગ્યાએ હળવો વરસાદ થયો હતો. આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન ૧૨. ડિગ્રી રહેતા રાજ્યના સૌથી વધુ ઠંડા વિસ્તારોમાં અમદાવાદ સામેલ રહેતા લોકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો અને ઘણી જગ્યાઓએ હળવા વરસાદી છાંટા પડ્યા હતા જેથી ઠંડીમાં એકાએક વધુ વધારો થયો હતો. મોડી સાંજે પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. ધોળકા, હાથીજણ રિંગરોડ, થલતેજ, વાડજ, વિવેકાનંદનગર સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. આજે અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને લઘુત્તમ તાપમાન ૧૨. ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં આવતીકાલે પારો ૧૩ ડિગ્રી રહી શકે છે.

           બીજી બાજુ રાજ્યના કેટલાક અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. અમદાવાદમાં આજે સવારે પણ ઠંડી નોંધાઇ હતી. હિમાચલ અને જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં. જો કે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વચ્ચેનો ઘટાડો થઇ શકે છે. આળી સ્થિતિમાં ઠંડી વધવાના સંકેત મળી રહ્યા છે. શિયાળાની ઠંડીપ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ અને કચ્છમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો મોડી રાત્રે ગરમ વસ્ત્રોમાં પણ નજરે પડવા લાગી ગયા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી લોકો ગરમ વસ્ત્રોમાં નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. ફિટનેસ મેળવવા માટે જીમમાં જતા લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. કારણ કે, જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થઇ છે.

ક્યાં કેટલું તાપમાન.....

રાજ્યના જુદા જુદા ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર રહ્યું છે. ક્યાં કેટલું તાપમાન નોંધાયું તે નીચે મુજબ છે.

સ્થળ

લઘુત્તમ તાપમાન

અમદાવાદ

૧૨.

ડિસા

૧૫.

ગાંધીનગર

૧૨.

વડોદરા

૧૫.

સુરત

૧૬.

વલસાડ

૧૮.

પોરબંદર

૧૭.

રાજકોટ

૧૬.

મહુવા

૧૫.

કેશોદ

૧૪.

નલિયા

૧૭

(8:45 pm IST)