Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મહેસાણાના બહુચરાજીમાં કરા સાથે વરસાદ : ગાજવીજ વરસાદથી વાતાવરણમાં ઠંડક

કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો

મહેસાણા : આજે બપોર બાદ મહેસાણાના બહુચરાજીમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને કાળાડિંબાગ વાદળો વચ્ચે વરસાદ થતા વાતાવરણમાં શીતલહેર પ્રસરી હતી. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(7:13 pm IST)