Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

દેશમાં આર્થિક ઇમરજન્સી જાહેર કરી બધા પક્ષો અર્થતંત્ર સુધારવામાં લાગેઃ તોગડિયા

લોકોનું પેટ ન ભરાય ત્યારે બીજી કોઇ વાત ન ચાલેઃ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડાની અકિલા સાથે વાતચીત : ૬ કરોડ નોકરીઓ જતી રહી, વેપારીઓ-યુવાનો આપઘાત કરવા લાગ્યાઃ ભયંકર મંદીના કારણે ગુન્હાખોરી વધવાની ભીતિ

રાજકોટ, તા., ૧રઃ  આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવીણભાઇ તોગડિયાએ દેશમાં ભયંકર મંદીને અનુલક્ષીને આર્થિક ઇમરજન્સી જાહેર કરવાની હિમાયત કરી છે.

ડો.તોગડિયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દેશમાં મંદી અને બેરોજગારી વધી રહી છે. જયારે લોકોને પુરતુ ખાવા ન મળે ત્યારે બીજી કોઇ વાત ચાલે નહી. ૬ ટકા જીડીપી ઘટતા ૬ કરોડ નોકરીઓ ચાલી ગઇ છે. દેશમાં એટલી બેરોજગારી વધી છે.  લઘુ ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે. બાકીના વિષયો ઉપર પ્રભાવ પડે તેટલી હદે આર્થિક સ્થિતિ વિકટ છે. ખેડુતોની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. યુવાનો અને વેપારીઓ આર્થિક ભીંસના કારણે આપઘાત તરફ વળી રહયા છે. મોટા ઉદ્યોગ ગૃહો પોતાના હજારો કર્મચારીઓને છુટા કરી રહયા છે. મોલ સામે દુકાન બંધ થઇ રહી છે. લોકોના મનમાં બાકીના વિષયો હોય તો પણ સાંજે પેટ ન ભરાઇ ત્યારે તેની સમસ્યામાં બાકીનું બધુ ભુલાઇ જાય છે. બેરોજગારી બેફામ વધવાથી ગુન્હાહીત પ્રવૃતી અને આપઘાતના બનાવો વધવાની ભીતી છે. સરકારે દેશમાં આર્થિક ઇમરજન્સી જાહેર કરવી જોઇએ અને બધા જ રાજકીય પક્ષોએ અર્થતંત્ર સુધારવાના કામમાં લાગવંુ જોઇએ.

ડો. તોગડિયા પુછ છે સરકાર દેવું કરીને જ ચાલે છે?

ગુજરાતમાં કેશુભાઇ વખતે ર૦ હજાર  કરોડનું કરજ હતુ, આજે ર.૪૦ લાખ કરોડ

રાજકોટઃ ડો. પ્રવીણભાઇ તોગડિયાએ દેશમાં ચિંતાના વિષયરૂપ બની ગયેલ આર્થિક મંદી વિષેની વાત વખતે જણાવેલ કે કેશુભાઇ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતે રાજયનું દેવું ર૦ હજાર કરોડનું હતું અત્યારે દેવુ ર.૪૦ લાખ કરોડે પહોંચ્યું છે તેનો મતલબ એમ થાય કે સરકાર દેવુ કરીને જ ચાલે છે. આ કોઇ બે સરકાર વચ્ચેની સરખામણીની વાત નથી પરંતુ બધા રાજયોની આ જ સ્થિતિ છે.

(3:45 pm IST)