Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહના ભત્રીજાની કારને ઓલપાડ નજીક અકસ્માત :એકનું મોત

ટ્રકની પાછળ કાર ઘુસી જતા અકસ્માત ;મંત્રીના ભત્રીજાને ગંભીર ઇજા

 સુરતનાં ઓલપાડ નજીક રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંપ પટેલનાં ભત્રિજાની કારને અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે મંત્રીનાં ભત્રીજાને સારવાર અર્થે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતની જાણ થતાં મંત્રી પણ સુરત ખાતે દોડી ગયા હતા

   આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર હાંસોટનાં ધારાસભ્ય અને રાજ્યનાં સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલનો ભત્રિજો કોઈ કામ અર્થે કાર નંબર જીજે-16, એપી-6078 લઈને સુરતથી હાંસોટ તરફ આવી રહ્યો હતો. દરમિયાન ઓલપાડની સાઈનાઈટ કંપની પાસેથી પસાર થતી વેળાં આગળ ચાલી રહેલા હાઈવા ટ્રક નંબર જીજે-05, બીવી-9392ની પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર આખી બેન્ડ વળી ગઈ હતી. જેમાં મંત્રીનાં ભત્રીજાને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે તેમની સાથે કારમાં સવાર એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે સુરત ખાતે ખસેડવામાં આવ્યો છે.

(7:58 pm IST)