Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

નર્મદાઃ MPHW ભરતી કૌભાંડ બાદ છુટા કરાયેલા જુના કર્મચારીઓને ફરીથી સમાવવા પ્રબળ માંગ

  અમદાવાદ :સમગ્ર ગુજરાતમાં હાલ સરકારી નોકરીઓમાં ચાલી રહેલા ભરતી કૌભાંડોમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. રાજયનાં આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં રાજ્ય બહારની યુનીવર્સીટી અને કોલેજોમાં અભ્યાસ કર્યા વિના જ બોગસ સર્ટીફિકેટનાં આધારે હજારો ઉમેદવારોની ભરતી કરી દેવામાં આવી હતી. જે બાદ હાલ તમામની ભરતી રદ્દ કરવાની કાર્યવાહી ચાલુ થઈ છે

  . નર્મદા જીલ્લામાં 13 ઉમેદવારોએ નોકરી મેળવી લીધી હતી. જેમની પર હાલ જિલ્લા વિકાસ અધિકારીએ એક્શન લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમના આવવાથી વર્ષોથી MPHW ની ફરજ બજાવતા કર્મચારીઓને છુટા કરવામાં આવ્યા હતા હવે આ કર્મચારીઓને પુનઃ લેવાની પ્રબળ માંગ ઉઠી છે

(7:45 pm IST)