Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

આણંદ જિલ્લામાં શાળાની બેગમાં દારૂની હેરાફેરી કરનાર બુટલેગરની રંગેહાથે ધરપકડ

આણંદ: જિલ્લામાં વિદેશી દારૂના વેચાણ અને હેરાફેરી ઉપર પોલીસની ઘોંસ વધી જવા પામી છે ત્યારે બુટલેગરો દ્વારા નીત નવી તરકીબો અજમાવીને વિદેશી દારૂનું ચોરીછુપે વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાત્રીના સુમારે પેટલાદ શહેર પોલીસે સરકારી આવાસ નજીક આવેલી રાધાકીશન સોસાયટી પાસેથી એક બાઈક સવારને ઝડપી પાડીને તેની પાસેની સ્કૂલ બેગની તલાશી લેતાં અંદરથી બે હજારની કિંમતની વિદેશી દારૂની ચાર બોટલો મળી આવી હતી. 

પોલીસે તેનું નામઠામ પુછતાં તે ધવલભાઈ રાજેશભાઈ ગોહેલ હોવાનું ખુલવા પામ્યું હતુ. પોલીસે મોબાઈલ, બાઈક સાથે કુલ ૨૯ હજારનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહીબીશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

 

(6:16 pm IST)