Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

અમદાવાદ સહીત 6 દેશોમાં એરપોર્ટનું ખાનગી કરણ કરવામાં કર્મચારીઓએ વિરોધ દાખવ્યો

અમદાવાદ: સહિત દેશના છ જેટલા એરપોર્ટનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની હિલચાલના વિરોધમાં એરપોર્ટના કર્મચારીઓ ત્રણ દિવસની ભૂખ હડતાલ પર બેઠા છે. સુરત એરપોર્ટ એમ્પ્લોઇઝ યુનિયન તરફથી આ ભૂખ હડતાલ ચાલી રહી છે. આજે તેનો ત્રીજો દિવસ છે.

કેન્દ્ર સરકાર અમદાવાદ ઉપરાંત જયપુર, લખનવ, ગુવાહાટી, બેંગ્લોર અને તીરૂવન્તપુરમ એરપોર્ટનું ખાનગીકરણ કરવાની હિલચાલ કરી રહી હોવાથી એરપોર્ટના કર્મચારીઓમાં વિરોધ ઉઠયો છે.

ત્રણ દિવસના વિરોધ પ્રદર્શન બાદ આગામી તારીખ ૨૮ મીના રોજ એરપોર્ટ એમ્પ્લોઇઝ યુનિયન તરફથી સુરત સહિત દેશભરના એરપોર્ટના કર્મચારીઓ હડતાલ પર જનાર હોવાની જાહેરાત કરી છે.

(6:14 pm IST)