Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

સિદ્ધપુરના કલ્‍યાણા પાસે દારૂ ભરેલી કારે હડફેટે લેતા ૨ ના મોત

દારૂ ભરેલી કાર પાછળ સફેદ સ્‍વીફટ કોની ? તપાસનો ધમધમાટ

પાટણ તા ૧૨ : સિદ્ધપુરના કલ્‍યાણા નજીક વડુ તરફથી દારૂભરીને આવતી કાર ચાલકે કલ્‍યાણા થામના બાઇક પર સવાર બે વ્‍યકિતઓને ટક્કર મારતા ગાડી બેથી ત્રણ ગુલાટ મારી ગઇ હતી. જયાર ેબાઇકનો ખુદડો થઇ ગયો હતો. બાળકમાં સવાર બન્‍ને વ્‍યકિતઓના ઘટનાસ્‍થળે કમકમાટી ભર્યા મોત નિપજયા હતા. અકસ્‍માતમાં ગાડીમાં સવાર બેઇસમમાંથી એક ઇસમ નાસી છુટયો હતો જયારે ગાડી ચાલકની હાલત ગંભીર જણાતા ૧૦૮ મારફતે ધારપુર ખાતે ખસેડવામાં આવ્‍યો હતો.

કલ્‍યાણા ગામના ધવલભાઇ પ્રહલાદભાઇ પટેલ ઉ.વ.૨૮ અને દશરથજી મદારજી ઠાકોર ઉવ.૫૮ બન્‍ને રહે. કલ્‍યાણા, તા. સિદ્ધપુર, જી. પાટણવાળા બાઇક લઇને દશાવાડા તરફખેતરમાં જતા હતા, જે દરમ્‍યાન વડુ થી સિદ્ધપુર તરફપુરઝડપે દારૂ ભરીને નતી અલ્‍ટો કાર નં. જીને૨૪-કે,૩૩૭૭ એ દશાવાડા અને કલ્‍યાણ રોડ ઉપર કલ્‍યાણ ગામ નજીક બાઇક સવાર બન્‍ને ને ટક્કર મારી હતી. બાઇકમાં સવાર બે વ્‍યકિતના ઘટનાસ્‍થળે મોત નિપજયા હતા એકજ ગામના બે જણાના મોત થતાં પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

જયારે ગાડીમાં સવાર બેમાંથી એક બુટલેગર નાસી છુટયો હતો જયારે અલ્‍ટો ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા પોલીસને સીસીટીવી કુટેજ તપાસવાની માંગ કરી હતી જેથી પોલીસે વડુ-સિદ્ધપુર રોડ ઉપર આવેલ  દશાવાડા ગામની હોટલના સીસીટીવી કુટેજ તપાસતા દારૂ ભરેલ અલ્‍ટો ગાડીની પાછળ કાળા કાચવાળી સફેદ કલરની સ્‍વીફટ ગાડી પીછો કરતી દેખાઇ હતી. જેને લઇ સફેદ કલરની સ્‍વીફટ ગાડી કોની હતી તે ચર્ચાનો મુદો બન્‍યો હતો.

ગાડીનો ચાલક સંજયસિંહ જકશીજી સોલંકી, રહે. સામડી, તા. ગઢ, જી. બનાસકાંઠાવાળો ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને વધુ સારવાર અર્થે ધારપુર રીફર કરવામાં આવ્‍યો હતો.

(5:30 pm IST)