Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

ગુજરાતમાં વકીલ મંડળોની ચુંટણી બાર.એસો. ઓફ ગુજરાત રૂલ્સ મુજબ જ ચુંટણી યોજાશે

''વન બાર વન વોટ''નું ફોર્મ ભરનાર જ મતદાન કરી શકશે

રાજકોટ તા.૧૨: ''બાર એશોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ, ૨૦૧૫''ના નિયમ ૪૯ મુજબ તા.૩૦-૯-૨૦૧૮ના રોજ ની સાધારણ સભામાં સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે સદર ૨૦૧૮ની બાર એસોશિએશનની ચુંટણીમાં જે ધારાશાસ્ત્રને પોતાના બાર એસોસિએશનમાં ''વન બાર વન વોટ''ના ફોર્મ ભરીને બાર એશોશિએશન દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ઉપરોકત દર્શાવેલ સરનામે તા.૩૧-૧૦-૨૦૧૮ સુધીમાં બાર એશોસિએશઓએ મોકલાવેલ હશે તેમને જ તા.૨૧-૧૨-૨૦૧૮ના રોજ ચુંટણીમાં મત આપવાનો અધિકાર રહેશે. અને જે ધારાશાસ્ત્રીઓએ પછી થી ''વન બાર વન વોટ''ના ફોર્મ મોકલેલ હશે તેવા ધારાશાસ્ત્રીઓને આ ચુંટણીમાં મત આપવાનો અધિકાર રહેશે નહી જે જાણશો.

વધુમાં બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા પત્ર ક્રમાંક BCI:D:1516/STBCCIR.4/2013 (Council) તા.૧૨-૪-૨૦૧૩ મુજબ ''બાર એશોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ,૨૦૧૮'' હેઠળ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ઓફીસ દ્વારા અગાઉ પત્ર તથા ''વન બાર વન વોટ''ની મતદાર-ધારાશાસ્ત્રીઓની યાદી મોકલવામાં આવેલ જેમાં જે મતદાર-ધારાશાસ્ત્રીઓને ''All India Bar Examination'' પાસ કરેલ નથી અને જેઓ બે વર્ષ માટે ''Provisional Certificate'' મેળવેલ હોય તેવા મતદાર-ધારાશાસ્ત્રીઓ બાર એશોસિએશનોમાં તા.૨૧-૧૨-૨૦૧૮ના રોજ યોજાનાર ચુંટણીમાં મતાધિકાર મેળવવા સારૂ હક્કદાર રહેશે નહી જે જાણશો. તેમજ અગાઉ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ''વન બાર વન વોટ''ની જે યાદી મોકલાવેલ હતી અને ત્યારબાદ જે ધારાશાસ્ત્રીઓએ ''વન બાર વન વોટ''ના ફોર્મ તા.૩૧-૧૦-૨૦૧૮ સુધીમાં એશોશિએશન દ્વારા બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં મોકલાવેલ હોય તે મુજબની મતદાર-યાદી બાર એશોસિએશન દ્વારા તૈયાર કરીને ચૂંટણી કરવાની રહેશે.

ઉપરોકતે બાબકતે ચુંટણી સંદર્ભેની તમામ જવાબદારી તેમજ સતાઓ બાર એશોશિએશન દ્વારા નીમાયેલ ચુંટણી કમીશનરશ્રીની રહેશે અને ગુજરાત હાઇકોર્ટની SCA NO.22711/2017 ના હુકમમાં દર્શાવેલ નિર્દેશો મુજબ પાલન કરવાનું રહેશે.

(3:40 pm IST)