Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

LRD પેપર લીક કાંડમાં વધુ એકની બાયડથી અટકાયત

ગાંધીનગર પોલીસે બાયડનાં ચોઈલા ગામનાં સુરેશ પંડ્યાની અટકાયત કરી

રાજ્યને લાંછનરૂપ લોકરક્ષકદળની  પેપરલીક મામલે ગાંધીનગર પોલીસે બાયડનાં ચોઈલા ગામનાં સુરેશ પંડ્યાની અટકાયત કરી લીધી છે.આ પહેલા પણ બાયડનાં બે માણસોની સંડોવણી આ કેસમાં સામે આવી ચુકી છે.


  મળતી માહિતી મુજબ પેપર લીક મામલામાં ગાંધીનગર પોલીસે અમદાવાદનાં નરોડા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલ સુરેશ પંડ્યાનું નામ આ પહેલા પણ ગેરકાયદે નેશનલ સ્પોર્ટનાં સર્ટિફીકેટનું સેટિંગમાં સામે આવ્યું હતું.તેનું નામ આંતરરાજ્ય મધ્ય પ્રદેશની ગેંગ સાથે સામે આવતા તેની શોધ કરીને અટકાયત કરવામાં આવી છે. બાયડમાંથી આ ત્રીજો માણસ છે જેની આ કેસમાં અટકાયત કરવામાં આવી છે.
   ચકચારી કૌભાંડમાં બાયડ ભાજપના નેતા મનહર પટેલની ધરપકડ બાદ બાયડ ભાજપના અન્ય નેતા પૂર્વ મહામંત્રી જ્યેન્દ્ર રાવલની પણ સંડોવણી સામે આવી હતી. ચર્ચાઇ રહ્યું છે કે પેપર લીડ કાંડમાં સંડોવાયેવા અનેક લોકો ભૂગર્ભમાં જતા રહ્યાં છે

(12:29 pm IST)