Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

હવે 17મીથી સુરત આરટીઓમાં ભરવી પડશે ઓનલાઇન ફી :ત્રણેય કેશ કાઉન્ટર થશે બંધ

ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ છબી સુધારવા આરટીઓનો મહત્વનો નિર્ણય

સુરત :સુરત આરટીઓની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો છે જે અંતર્ગત આગામી તા. 17 ડિસેમ્બરથી સુરત આરટીઓમાં ઓનલાઇન ફી ભરી હશે તો જ આગળ કામ થઇ શકશે. આરટીઓમાં આવેલા ત્રણેય કેશ કાઉન્ટર બંધ કરવામાં આવશે

   આર્થિક વ્યવસ્થામાં પારદર્શકતા લાવવાની સાથે ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની છબી સુધારવા આરટીઓએ એક મહત્વનો નિર્ણય લીધો છે

એક દિવસમાં આરટીઓમાં 1500 જેટલા વાહનધારકો અવરજવર કરતા હોય છે. તેવામાં વાહનધારકોએ કેશ કાઉન્ટરની લાંબી લાઇનમાં ઊભા રહીને હેરાન-પરેશાન થવાનો વારો આવે છે. જેના બાદ 100 % વાહનધારકો ઓનલાઇન ફી ભરે તે માટે આવતા સોમવારથી એટલે કે 17મી ડિસેમ્બરથી કેશ કાઉન્ટરને કાયમી માટે બંધ કરીને ઓનલાઇન-ફી ભરનારા વાહનધારકોના કામ કરી આપવાનો નિર્ણય લેવાયો છે.

 

(8:54 pm IST)