Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : રૂ,1.46 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો

દાહોદ, ડભોડા અને બાદમાં નિકોલમાં દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યો

અમદાવાદ: રાજ્યમાં ડ્રગ્સની ડ્રાઇવ ચાલી રહી છે રાજયમાં અલગ અલગ જગ્યા પર સતત દારૂના કેસો રાજ્યના એસએમસી વિભાગને કરવા પડી રહ્યા છે ગુજરાતમાં દારૂ માટે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય અથવા આખઆડાકાન કરતી હોવાનું નકારી શકાય તેમ નથી. શહેરના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં 1.46 લાખથી વધુનો દારૂનો જથ્થો એસએમસીએ પકડી પાડ્યો હતો. સ્થાનિક પોલીસ થઈ લઈ સાફ છબી ધરાવતા ઉચ્ચ અધિકારીની રહેમનજર હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

રાજ્યમાં ઠેર ઠેર સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરી છે. જેમાં તાજેતરમાં દાહોદ, ડભોડા અને બાદમાં નિકોલમાં દારૂનો મોટો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે પકડી પાડ્યો છે. જોકે અમદાવાદના રિંગ રોડને અડીને આવેલા મોટા ભાગના ચોક્કસ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓ મોટી ગોઠવણ કરી હોવાની ચર્ચા પોલોસ બેડામાં થઈ રહી છે.

શુક્રવારે નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે એક ટેમ્પો પકડી પાડ્યો હતો જેમાં 386 દારૂની બોટલ મળી આવી હતી. જેની કિંમત 1.46 લાખથી વધુ થતી હતી. પોલીસે એક આરોપી સહિત 3.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે આરોપીના સંપર્કમાં અમુક વહીવટદાર, એલસીબી સ્કવોર્ડના પોલીસ કર્મચારી હોવાનું બહાર આવ્યું હતુ જોકે મામલો દબાવી દેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.

(8:27 pm IST)