Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

અમદાવાદમાં ત્રીજી લહેરના ભણકારા : નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર

ચાંદખેડાના કોટેશ્વર રોડની સંપદ રેસીડન્સીના બ્લોક-સી માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર : હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી

અમદાવાદ :શહેરમાં કોરાના સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવે છે. જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલ રીપોર્ટના અનુસંધાને કન્ટેઇનમેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. હલમાં અમદાવાદ શહેરમાં કુલ ૧ માઇક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર અમલમાં છે. કોવિડ-૧૯ના કેસોને ધ્યાનમાં લઈ આજ રોજ નવા ૦૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવે છે.

 

નવા માઇક કંટેઇન્મેન્ટ વિસ્તાર યાદીમાં કોટેશ્વર સોસાયટી રોડ મોટેરા ચાંદખેડાની સંપદ સોસાયટીના બ્લોક સી  માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં હેલ્થ વિભાગ દ્વારા તા.૧૩,૧૧,૨૦૨૧ ના રોજ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. સદર સર્વેની કામગીરી દરમ્યાન ધ્યાને આવેલ કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યકિતઓના સેમ્પલ લેવાની કામગીરી પણ કરવામાં આવશે.

(7:50 pm IST)