Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાશે

અપૂરતા EVMને કારણે ચૂંટણીઓ બેલેટ પેપેરથી કરવાની ચૂંટણીપંચની યોજના

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાની ચૂંટણીના બરાબર એક વર્ષ પહેલાં રાજ્યની 10,315 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેના માટે ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે, ગ્રામ પંચાયતની ચૂંટણી ભાજપ માટે સેમી ફાઇનલ જેવી પુરવાર થશે. સામે પક્ષે કોંગ્રેસ તો અવઢવમાં છે.

અપૂરતા EVMને કારણે ચૂંટણી પંચે આ ચૂંટણીઓ બેલેટ પેપેરથી કરવાની યોજના બનાવી છે. રાજ્યના ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આગામી અઠવાડિયે ચૂંટણી પંચ સત્તાવાર જાહેરાત કરશે.

ગુજરાત વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની શક્યતા છે, ત્યારે આવતા મહિને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને માટે ભાજપની પટેલ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. તેના ભાગરૂપે મુખ્યત્વે રસીકરણ, કોરોનાની ત્રીજી લહેર, વિકાસ યોજનાઓ અને સરકારી કાર્યક્રમોની અમલવારીને લઈને વિવિધ તબક્કે સમીક્ષાઓ કરવામાં આવી રહી છે.

(7:21 pm IST)