Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વડોદરાના રાવપુરા વિસ્તારમાં દુકાનની પાછળ મકાનનું તાળું તોડવા આવેલ બે ચોરો પૈકી એક રંગે હાથે ઝડપાયો

વડોદરા: રાવપુરા ખર્ચીકરના ખાંચામાં એક દુકાનની પાછળના મકાનનું તાળું તોડી ચોરી કરવા માટે આવેલા બે ચોર પૈકી એકને રાવપુરા પોલીસે ઝડપી પાડયો હતો તેની પૂછપરછમાં ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ખર્ચીકરના ખાંચામાં આવેલી કેરોન દુકાન ઉપર રહેતા નિલેશ સૂર્યકાંતભાઇ મોદી હાલમાં મથુરા ખાતે દર્શન માટે ગયા હોવાથી તેમનું મકાન બંધ છે. વહેલી સવારે પાંચ વાગે તેમના મકાનને નિશાન બનાવી બાઇક પર આવેલા બે ચોરો મકાનનું તાળું તોડતા હતા ત્યારે જ રાવપુરા પોલીસ સ્ટેશનના એએસઆઇ સલાઉદ્દીન સીદ્દીકભાઇ અને એલઆરડી સુનીલ વિનોદભાઇ ત્યાં આવી ગયા હતાં અને બંનેને ઝડપી પાડવાનો પ્રયત્ન કરતા એક આરોપી જોગીંદરસીંગ ગુરુમુખસીંગ સીકલીગર (રહે.અનુપમનગર, દંતેશ્વર) પકડાઇ ગયો હતો.જ્યારે તેના ેસાગરિત ત્રિલોકસીંગ ઉર્ફે ચીંગુ તુફાનસીંગ સીકલીગર  ભાગી છૂટયો હતો.

રાવપુરા પોલીસે હાથ ધરેલી પૂછપરછ દરમિયાન આરોપી જોગીંદરસીંગ રાવપુરાના ત્રણ ઘરફોડ  અને વાડીના એક વાહનચોરીના ગુનામાં સંડોવાયેલો છે.તેની ભરૃચના  ચોરીના ચાર ગુનાઓમાં સંડોવણી હતી.પોલીસે તેની પાસેથી બાઇક,ચોરીના સાધનો અને ચાંદીની વાટકી મળીને કુલ  રૃપિયા ૨.૧૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

(4:35 pm IST)