Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વડોદરાના ડભોઇ રોડ નજીક શ્રમજીવી પરિવારની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી લઇ જઈ હવસખોરે શારીરિક સંબંધ બાંધતા પોલીસે રંગે હાથે ધરપકડ કરી

વડોદરા: શહેરના ડભોઇરોડ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની ૧૨ વર્ષની કિશોરી સાથે  પ્રેમ સંબંધ બાંધીને લગ્નની લાલચ આપી ભગાડી જઇ શારીરિક સંબંધ બાંધનાર  યુવાનની ધરપકડ કરી  પાણીગેટ પોલીસે  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડભોઇરોડ પર  રહેતા પરપ્રાંતિય પરિવારની ૧૨ વર્ષની કિશોરી ગત તા.૮ મી એ પાણીની બોટલ લેવા માટે ઘરેથી ૫૦ રૃપિયા લઇને નીકળી હતી.ઘરે પરત આવીને તે ફરીથી કોઇને કંઇપણ કહ્યા વિના નીકળી ગઇ હતી.સાંજે તેની મમ્મીએ શોધખોળ કરવા છતાંય તે મળી આવી નહતી.બે મહિના  પહેલા પણ કિશોરી ઘરેથી જતી રહ્યા પછી ફોઇના ઘરેથી મળી આવી હતી.જેથી,તેની માતાએ કોઇ પોલીસ કાર્યવાહી કરી નહતી.પરંતુ,જયેશ ઉર્ફે સંજય ભગીરથભાઇ માળી (રહે.ગણેશનગર-૧ ડભોઇરોડ) પણ ઘરેથી ગુમ હોય તે પોતાની પુત્રીને ભગાડી ગયો હોવાની શંકાએ માતાએ તપાસ કરી હતી.જયેશ ઉર્ફે સંજય ઘરે મળી આવ્યો નહતો.તેના મોટા ભાઇએ છોકરીને શોધી લાવવાની ખાત્રી આપી હતી.અને તે છોકરીને શોધીને પાણીગેટ પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.

(4:33 pm IST)