Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વડોદરા ટેમ્પો પલ્ટી જતા સર્જાયેલ અકસ્માતમાં 12 લોકો ઈજાગ્રસ્ત

વડોદરા:જિલ્લાના પાદરા નજીક ટેમ્પો પલટી જતા સર્જાયેલા અકસ્માતમાં 12 જેટલા લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે

વડોદરા શહેરના બાવામાનપુરામાં રહેતો પરિવાર પાદરા ખાતે આવેલા ઘણું નજીક જન્મદિવસ ઉજવવા નીકળ્યો હતો. તે સમય પાદરા નજીક અજાણ્યા બાઇક સવારને બચાવવા ટેમ્પો ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. જેમાં 10 થી 12 લોકો ઈજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે અત્રેની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

 

(4:31 pm IST)