Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ગાંધીનગર નજીક નર્મદા કેનાલ પાસે લુટારુઓનો તરખાટ શરૂ:યુગલને છરીની અણીએ રાખી 52 હજારની લૂંટ ચલાવતા પોલીસ ફરિયાદ

ગાંધીનગરગાંધીનગર શહેર નજીક આવેલી નર્મદા કેનાલ પાસે ફરીથી લુંટારૃઓનો તરખાટ શરૃ થયો છે. ગઇકાલે સાંજના સમયે સુઘડ નર્મદા કેનાલ પાસે બેઠેલા યુગલને છરીની અણીએ ત્રણ લુંટારૃઓએ લુંટી લીધું હતું અને મોબાઇલસોના-ચાંદીના દાગી તેમજ બાઇક મળીને ૫૨,૮૫૦ની મત્તા લુંટીને આ લુંટારૃઓ ફરાર થઇ ગયા હતા. ત્યારે આ મામલે યુવાને અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે લુંટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કેનાલ ઉપર વધેલી આ લુંટની ઘટનાના પગલે પોલીસની ચિંતામાં વધારો થયો છે.

ગાંધીનગરમાં છેલ્લા થોડા સમયથી ચોરી અને લુંટની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ખાસ કરીને નર્મદા કેનાલ આપસાપ એકાંતમાં બેસી રહેતાં યુગલો લુંટારૃઓના ટાર્ગેટ ઉપર રહ્યા છે. તાજેતરમાં અહીં લુંટની સંખ્યાબંધ ઘટનાઓ બની હતી અને યુવાનની હત્યા થઇ ગઇ હતી ત્યારે આ કિસ્સામાં પોલીસે ટોળકીને ઝડપી લીધી હતી. ત્યારબાદ નર્મદા કેનાલ આસપાસ લુંટની ઘટનાઓ સમી ગઇ હતી. જ્યારે હવે ફરીથી લુંટારૃઓએ આ વિસ્તારમાં તરખાટ મચાવવાનું શરૃ કર્યંુ છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મોટેરા ખાતે આવેલી શ્યામ સેરેનીટી વસાહતમાં એ-૨૦૨ ખાતે રહેતો યુવાન ફેનીલ અશ્વિનભાઇ પટેલ તેનું બુલેટ બાઇક નં. જીજે-૧-એલયુ-૯૦૨૪ લઇને આ કેનાલ ઉપર પહોંચ્યો હતો જ્યાં તેની મિત્ર વર્ષા ડાડલાની પણ મોપેટ લઇને આવી હતી. આ બંને સુઘડ કેનાલથી ૧૦૦ મીટર અંદર બેઠા હતા તે દરમિયાન ઝાડીમાંથી અચાનક જ ત્રણ વ્યક્તિઓ તેમની પાસે પહોંચ્યા હતા અને ફેનીલને લાફો મારી તારી પાસે જે કંઇ પણ હોય તે આપી દે ... તેમ કહી .. એક શખ્સે છરી પણ બતાવી હતી ત્યારબાદ અન્ય લુંટારૃઓએ ફેનીલે પહેરેલી ચાંદીની લક્કી , મોબાઇલ અને પાકીટ લઇ લીધું હતું જ્યારે વર્ષાના હાથમાંથી બે સોનાની વીંટી લુંટી લીધી હતી. આ સમયે કેનાલ ઉપર કોઇ કાર આવતાં આ લુંટારૃઓએ ફેનીલનું બુલેટ લઇને ત્યાંથી નાસી છુટયા હતાં. ત્યારબાદ વર્ષાના મોપેડ ઉપર બંને જણા ઘરે પહોંચ્યા હતા અને આ મામલે પરિવારજનોને જાણ કરતાં અડાલજ પોલીસ મથકમાં લુંટનો ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ૫૨,૮૫૦ની મતાની લુંટની ફરિયાદ દાખલ કરીને આ લુંટારૃને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. આ વિસ્તારમાં ફરીથી શરૃ થયેલી લુંટની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પેટ્રોલીંગમાં વધારો કરવાની જરૃરીયાત લાગી રહી છે.

(4:28 pm IST)