Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ડિસે.ના બીજા સપ્તાહમાં યોજાશ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ખેલાશે ચૂંટણી સંગ્રામઃ ૧૧ હજાર જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જાહેરાત : બેલેટ પેપરથી યોજાશે આ ચૂંટણીઃ કોંગ્રેસે કરી હતી માંગણી

અમદાવાદ તા. ૧૨: રાજ્યમાં ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ૧૧ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી કરવામાં આવશે. કોંગ્રેસે આ પ્રકારની માંગણી કરી હતી. ચૂંટણી પંચે ચૂંટણી અંગેની બધી તૈયારી પુરી કરી લીધી છે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી ઉમેદવારીપત્ર ભરી શકાશે.

(3:24 pm IST)