Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાષ્ટ્રીય સિધ્ધિ સર્વેક્ષણઃ ગુજરાતમાં કસોટીઃ ૬૦૬૪ શાળાઓના ૧.૮૯ લાખ છાત્રો

રાજકોટ, તા.૧૨: ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા CBSE અને NCERTના સંકલનમાં નેશનલ એચિવમેન્ટ સર્વે (નાસ) ૨૦૨૧ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેની કસોટી આજે યોજાયેલ છે. સમગ્ર દેશમાં આજે  એક સાથે કસોટી રાખેલ છે.

ધોરણ ૩, ૫, ૮ અને ૧૦ની સેમ્પલ શાળાઓમાં હાથ ધરાશે. રાજયની ૬૦૬૪ સેમ્પલ શાળાઓ અને ૭૦૦૩ વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારી, ગ્રાન્ટેડ, સ્વ નિર્ભર, કેન્દ્ર સરકાર સંચાલિત તથા CBSE બોર્ડ સંલગ્ન શાળાઓનો સેમ્પલ શાળાઓમાં સમાવેશ કરવામાં આવેલ છે. ધોરણ ૩ અને ૫ માં ભાષા, ગણિત અને પર્યાવરણ, ધોરણ ૮ માં ભાષા, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન તેમજ ધોરણ ૧૦માં ભાષા, ગણિત, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને અંગ્રેજી વિષય આધારિત પ્રશ્નો MCQ આધારિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. સમગ્ર રાજયના ધોરણ ૩, ૫, ૮ અને ૧૦ના ૬૦૬૪ શાળાઓના ૭૦૦૪ વર્ગોના કુલ ૧૮૯૪૮૨ વિદ્યાર્થીઓ આ કસોટી માટે નોંધાયેલા છે. સર્વેમાં પસંદ થયેલી શાળાઓમાં ફિલ્ડ ઇન્વેસ્ટિગે્સ અને ઓબ્ઝર્વર સર્વેની કામગીરી કરી રહ્યા છે.  દરેક જિલ્લામાં CBSE તરફથી નિમણૂક આપવામાં આવેલ બોર્ડ પ્રતિનિધિઓ ફરજ પર છે. દરેક જિલ્લામાં સ્વતંત્ર નિરીક્ષક તરીકે DRDAના નિયામકો ફરજ પર છે.

(3:21 pm IST)