Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજસ્થાનનો કુખ્યાત ડ્રગ્સ માફિયા અંતે સુરત એસઓજી દ્વારા મધરાતે ઝડપી લેવાયો

જલારામ જયંતિ અંતર્ગત થનાર ભીડનો લાભ ઉઠાવી મસ મોટા ફોર વ્હીલ દ્વારા સામાન્ય લોકોના બાઈક ઉપડાવી હરિયાણાના કુખ્યાત મેવાતમાં ધકેલી દેવાનું ષડયંત્ર નાકામયાબ : સીપી, એડી.સીપી શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ, એસીપી આર.આર.સરવૈયાના માર્ગદર્શનમાં એસઓજી પીઆઈ આર.એસ.સુવરા ટીમ દ્વારા ડ્રગ્સ માફિયાની સઘન પૂછપરછઃ પોલીસ કમિશનર અજયકુમાર તોમરની રણનીતિને બળ આપવા ખુદ ગૃહમંત્રી મેદાનેઃ ૨૯ દિવસમાં દુષ્કર્મ આરોપીને સજા, સુરત પોલીસની જહેમત ફળી

રાજકોટ,તા.૧૨: ચોતરફ ડ્રગ્સની ઘૂસણખોરી વચ્ચે ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં ડ્રગ્સનું દુષણ ફેલાતું અટકાવવા માટે દૂરંદેશી દાખવી ડ્રગ્સ મુકત સુરતનું જબરજસ્ત અભિયાન છેડવા સાથે તમાં સ્થાનિક પોલીસ અને ખાસ કરી ડીએસબી ક્રાઈમ બ્રાન્ચ નામે જાણીતી બ્રાન્ચ તથા એટલી જ સ્કૂર્તિથી કાર્ય કરતી એસઓજી બ્રાન્ચ પણ સક્રિય બનવાથી હિમાચલ, બિહાર, મહારાષ્ટ્રથી પ્રવેશતા ડ્રગ્સ ઝડપવાની પોલીસ કમિશનર અજયકુમાર તોમરની પોતાના બીએસએફ કાર્યકાળ થતાં વિશાળ સંપર્કો આધારે સફળ બની રહ્યાનું વધુ એક ઉદાહરણ બહાર આવ્યું છે.

જેમાં એસ.ઓજી. પીઆઈ આર.એસ. સુવરાનાઓને આ બાબત રાજસ્થાન પોલીસ સાથે સંપર્ક કરતા આ આરોપી રાજસ્થાનનો કુખ્યાત  ડ્રગ્સ માફીયા છે અને તે રાજસ્થાનના અલગ- અલગ જિલ્લાઓમાં નોંધાયેલ અલગ અલગ ગુન્હાઓમાં નાસ્તો- ફરતો હોય. જેથી રાજસ્થાન પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવા માટે વિનંતી કરતા રાજસ્થાન પોલીસ પાસે આરોપીની તમામ પ્રકારની હકકીત એકઠી કરી આરોપીને ઝડપી પાડવા પીએસઆઈ વી.સી.જાડેજાની રાહબરી હેઠળ એસ.ઓ.જી.,ના એએસઆઈ ઈમ્તીયાઝ ફકરૂમોહમદ, એએસઆઈ ભરતભાઈ દેવીદાસભાઈ, એચસી ભરતભાઈ ગોપાળભાઈ, પીસી દેવેન્દ્રદાન ગંભીરદાન, પીસી સિકંદર બિસ્મીલ્લા તથા પીસી મહેન્દ્રસિંહ દિલીપસિંહ વિગેરેનાઓની ટીમ બનાવવામાં આવેલ જે ટીમ દ્વારા સુરત રેલ્વે સ્ટેશન બહાર વોચ ગોઠવી આરોપી ભગવતીપ્રસાદ ઉર્ફે ભાગીરથ જાની ઉર્ફે ભાગી જોરારામ બિસ્નોઈ ઉ.વ.૪૪, રહે.૨૧, શિવશકિત નગર, એમ.ઈ.એસ., પાવર હાઉસની પાસે, એરફોર્સ જી.જોધપુર, (રાજસ્થાન) તથા ગેનીરો કી ઢાણી, રામદેવ નગર, ભોજાકોર, જિ.જોધપુર (રાજસ્થાન) વાળાને ઝડપી પાડવામાં આવેલ છે.

સદર આરોપીની પુછપરછ કરતા આરોપીએ જણાવેલ કે, પોતે સરકારી ઠેકા મેળવી સને-૨૦૦૨ થી ૨૦૧૫ સુધી અફીણ ડોડાને ભુકો (પોપી સ્ટ્રો પાવડર)ની ખરીદ કરી નાના વેપારીઓને કરતો હતો. પરંતુ સને-૨૦૧૫થી સરકારે ઠેકા ઉપર પ્રતિબંધ મુકી દેતા પોતે ચોરી છુપીથી અફીણ ડોડાનો ભુકો (પોપી સ્ટ્રો પાવડર) મંગાવતો હોવાની કબુલાત કરેલ અને તેના વિરૂધ્ધમાં રાજસ્થાનમાં ચીતોડગઢ, જેસલમેર તથા કોટા જિલ્લાઓમાં નાર્કોટીકસના ગુન્હાઓ દાખલ થયેલ હોય અને તેને રાજસ્થાન પોલીસ શોધતી હોય જેથી પોતે પોલીસથી બચવા નાસતો ફરતો હતો અને પોતાના પુત્રના લગ્ન હોય જેથી લગ્નની ખરીદી કરવા માટે સુરત ખાતે આવેલ હોવાની કબુલાત કરેલ છે.

ઉકત કામગીરી સીપી અજય કુમાર તોમર, એડી.સીપી. શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ તથા એસીપી આર.આર. સરવૈયાના માર્ગદર્શક હેઠળ થયેલ.

પોલીસ કમિશનર દ્વારા ઘડાયેલ રણનીતિ મુજબ સમગ્ર સુરત પોલીસ ટોપ ટુ બોટમ જે રસ લઈ કામગીરી કરી રહી છે. તેનાથી ગૃહમંત્રી  હર્ષ સંઘવી પણ પ્રભાવિત થઈ પોલીસ અજય કુમાર ટીમ સાથે અડીખમ ઊભા રહી માસૂમ પર થતાં દુષ્કર્મ પ્રસંગે પોલીસ કામગીરીને બલ મળે તે માટે આવી ઘટનામાં પોલીસ દ્વારા જે ઝડપથી ફૂલપ્રૂફ ચાર્જ શિટ રજૂ થાય છે તેવી ઝડપથી ફકત ૨૯ દિવસમાં સજા મળે તે પ્રકારે ન્યાય તંત્ર દ્વારા સહયોગ મળતા સજા થયેલ છે.

 આ દરમિયાન પર પ્રાંતિ ગુનેગારો સુરતની તેજી જોય સુરતમાં પ્રવેશ્યા વગર નહી રહે અને વ્પાપારીઓને લૂંટવા અને ગરીબ અને મધ્યમ વર્ગના ટુ વ્હીલર વાહન ઉઠાવવા આવ્યા વગર નહિ રહે તેવી ભિતી ફરી યથાર્થ ઠરી છે. આ વખતે આરોપીઓ જેની ગેંગ ખૂબ કુ વિખ્યાત છે તેવા હરિયાણાના મેવાત ખાતે ટુ વ્હીલર વેચવા કારસો ગોઠવેલ. જલારામ જયંતિ અંતર્ગત લસણકા વિગેરેની ભીડનો લાભ લઈ  મોટી કારમાં ટુ વ્હીલર ઉઠાવી હરિયાણા મોકલી દેવાનું ષડયંત્ર પોલીસ કમિશનર અજય કુમાર તોમરના સીધા માર્ગદર્શન હેઠળ ,એડી.પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલ અને એસીપી આર .આર. સરવૈયા ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે નિષ્ફળ બનાવેલ છે.

તેઓની પુછપરછમાં મજકુર બન્ને આરોપીઓ એકબીજા સંબંધી થાય છે. જેમાં બાદશાહ રાજાસાહેબે પટેલ ભંગારના ધંધા સાથે સંકળાયેલ છે અને નાજીમ ઉર્ર્ફ રીયાઝ જેઓ બન્ને કોસંબા હાઈવે નરોલા પાટયા પાસે ભાડાની જગ્યા રાખી તેમા હરીયાણા મેવાત નામની હોટલ ચલવે છે. એમણે ચારેય જણાએ ભેગા મળી શહેર વિસ્તારમાંથી ટુ વ્હિલ વાહનોની ચોરી કરી હરીયાણા મેવાત ખાતે વેચાણ કરવાનું નકકી કરી આજથી આશરે છ દિવસ પહેલા કબ્જે કરવામાં આવેલ ફોર વ્હિલ ગાડીમાં રાત્રીના સમયગાળા દરમ્યાન શહેર વિસ્તારના અઠવા પો.સ્ટે.ની હદ પહેલા કબ્જે કરવામાં આવેલ ફોર વ્હિલ ગાડીમાં રાત્રીના સમયગાળા દરમ્યાન શહેર વિસ્તારના અઠવા પો.સ્ટે.ની હદ વિસ્તારમાંથી પોતાની પાસે રહેલ ટી-પાના વડે હોન્ડા સીબી યુનિકોન તથા યામાહા એફ.ઝેડ મોટરની ચોરી કરી મોટર સાયકલો ચોરી કરી હરીયાણા મેવાત મોકલી આપવાની ફીરાકમાં હોવાની કબુલાત કરતા મજકુરો પાસેથી કબ્જે કરવામાં આવેલ વાહનો અંગે પોકેટ કોપ મોબાઈલ ઉપર સર્ચ કરતા શહેર વિસ્તારમાં નીચે મુજબના વણ શોધાયેલ વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા પામેલ છે. મજકુર આરોપી નાજીમ ઉર્ફે બાબા મીનાજ શેખની પુછપરછમાં કોસંબા તથા આજુબાજુના વિસ્તારોમાંથી તેના સાગરીત સાથે મળી આશરે સોળ જેટલા મોબાઈલ સ્નેચીંગના ગુન્હાઓ આચરેલાની કબુલાત કરેલ છે.

(12:15 pm IST)