Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ગુજરાત ટેકનોલોજિક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મહિલાઓ માટે આર્શીવાદરૂપ શોધ કરી

નવીદિલ્હીઃ જીટીયુ સંચાલીત ડિઝાઈન ઈનોવેશન સેન્ટરના ઈન્ક્યુબેટર્સ ધ્રુવ પટેલે સ્તન કેન્સરનું નિદાન કરતું ડિવાઈસ બનાવ્યું છે.. જીટીયુ ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ અને ડીથ્રીએસ હેલ્થકેર ટેકનોલોજીના સ્થાપક ધ્રુવ પટેલે આ બાબતે જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ ૨૦૨૦માં ૭ લાખથી વધુ સ્તન કેન્સરના કેસ નોંધાયા છે. જે આગામી ૨૦૨૫ સુધી ૮ લાખથી વધુ થવાની શક્યતા છે. અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરની જાગૃતી ઓછી છે.

જેના કારણોસર તેની જાણ બીજા સ્ટેજ પછી થતી હોવાથી જીવનું જોખમ રહે છે. પ્રથમ સ્ટેજમાં જ નિદાન થઈ જાય તો મૃત્યુઆંકમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

આ ડિવાઈસ સ્તનને ૩૬૦ અંશથી સ્કેન કરે છે

રેડલાઈટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ આ ડિવાઈસ સ્તનને ૩૬૦ અંશથી સ્કેન કરીને તેમાં રહેલી ગાંઠ કે અન્ય સમસ્યા સંબધીત ડેટાનો રીપોર્ટ મોબાઈલ એપ્લિકેશનમાં ફોટોગ્રાફ સહિત રજૂ કરે છે. વર્તમાન સમયમાં ઉપયોગમાં આવતી ટેક્નોલોજીના સરળતાથી ઘરેજ નિદાન કરવા માટે વપરાતી નથી.

જ્યારે રેડ લાઈટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડિઆઈસી ઈન્ક્યુબેટર્સ દ્વારા બનાવવામાં આવેલ ડિવાઈસ થકી પરિવારની દરેક મહિલા કોઈ પણ સમયે સ્તન કેન્સર સંબધીત સમસ્યાનું નિદાન કરી શકશે.

જાન્યુઆરી ૨૦૨૨માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ષ્ણ્બ્ના રીપોર્ટ પ્રમાણે વિશ્વમાં અન્ય કેન્સરની સાપેક્ષે સ્તન કેન્સરના કેસમાં સતત વધારે થતો જેવા મળી રહ્યો છે. આ ડિવાઈસના ઉપયોગથી સ્તન કેન્સરથી થતાં મૃત્યુના રેશીયોને કંઈક અંશે લગામ લગાવી શકાશે.વર્તમાન સમયમાં આ ડિવાઈસ કિલનિકલ ટ્રાયલમાંથી પસાર થઈ રહ્યું છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થઈને આગામી જાન્યુઆરી ૨૦૨૨માં ડિવાઈસને લોન્ચ કરવામાં આવશે.

(12:14 pm IST)