Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજપીપલામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટનો લોગો- વેબસાઈટ અને વેબ પોર્ટલનું કર્યું લોન્ચિંગ સરકારની યોજનાઓનો લાભ મેળવી મહેનત કરી આર્થિક રીતે પગભર બનવા મુખ્યમંત્રીએ લાભાર્થીઓને શીખ આપી

class="_3HH9A copyable-text" data-pre-plain-text="[10:20 PM, 11/11/2021] Nimish bhai: ">
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજપીપલા જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું. સમગ્ર દેશ સહિત ગુજરાતના તમામ જિલ્લા ઉપયોગ કરી શકે તે રીતે જિલ્લા વહિવટીતંત્ર આ વેબસાઈટ તથા વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર થયેલ CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલય અને જિલ્લા સેવા સદન ખાતે સખી મંડળ સંચાલિત કેન્ટીનનું લોકાર્પણ કર્યું હતું. રાજપીપલામાં “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત મુખ્યમંત્રીએ પ્રોજેક્ટના બુથની પણ મુલાકાત લઈ પ્રોજેક્ટ અંતર્ગત ઉપયોગમાં લેવાતા સર્વે ફોર્મ, ચેકલીસ્ટ, વિવિધ પ્રકારના ૧૬ રજિસ્ટરો, વિવિધ રિપોર્ટ,માર્ગદર્શિકા પુસ્તિકા, ભોજન ડિલીવરી માટેનો ભોજન રથ સહિત સમગ્રતયા પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી કામગીરીની કાર્યપધ્ધતિનું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટર ડી. એ. શાહે મુખ્યમંત્રીને આ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી જિલ્લા વહીવટી તંત્રના આ જનકલ્યાણલક્ષી નવતર અભિગમથી અવગત કરાવ્યા હતા. મુખ્યમંત્રી પટેલે નોંધારાનો આધાર સ્ટોલની મુલાકાત પણ લીધી હતી અને અહી તેમણે આ અભિયાન હેઠળ લાભ મેળવનાર લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ લીધા બાદ મહેનત કરી આર્થિક રીતે સમૃદ્ધ બનવા શીખ આપી હતી. ભુપેન્દ્રભાઈ પટેલે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” હેઠળ ૩ થી ૬ વર્ષના નોંધારા બાળકોને આંગણવાડીમાં અને ૬ થી વધુ વર્ષના નોંધારા બાળકોને પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવાની સાથે લાભાર્થીઓને કોવીડ વેક્સીનનો બીજો ડોઝ, ૪૩ જેટલી આવશ્યક ચીજવસ્તુઓ સાથેની કિટ્સ, “નોંધારાનો આધાર” ના લોગોવાળા વુલન સ્વેટર - ટોપી, પોષણ આહાર કિટ્સ, આવક-જાતિનો દાખલો, રેશનકાર્ડ, જનધન ખાતા અન્વયે બેન્ક પાસબુક , રૂપે કાર્ડ, વિધવા પેન્શન મંજૂરી હુકમ, વૃધ્ધ સહાય મંજૂરી હુકમ, દિવ્યાંગ લાભાર્થીને બસપાસ તથા રોજગારી કિટ મંજૂરી હુકમ, આયુષ્યમાન કાર્ડ, સ્વરોજગારલક્ષી કિટ્સ (સિલાઇ મશીન) તથા આવાસ યોજનાના બીજા હપ્તાના મંજૂરી હુકમો સહિત વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કર્યું હતું, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, અમલીકરણ અધિકારીઓ, દાતાઓ તેમજ લાભાર્થી ઓના વિભાગની મુલાકાત લઈ નોંધારાનો આધાર પ્રોજેક્ટ હેઠળ નોંધપાત્ર કામગીરી કરનાર એનજીઓના સ્વયંસેવકો, પક્ષ કાર્યકરો, દાતાઓ અને જિલ્લા વહિવટીતંત્રના અધિકારી - કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રભારી અને માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ ભાઇ મોદી, સાંસદ મનસુખભાઇ વસાવા, ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમખ પર્યૂષાબેન વસાવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી, પૂર્વ સંસદીય સચિવ હર્ષદભાઇ વસાવા, ભરૂચ ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, અગ્રણી પ્રદીપસિંહ વાઘેલા, મોતીભાઈ વસાવા,રમેશભાઈ વસાવા,પારૂલબેન તડવી,જિલ્લા વિકાસ અધિકારી પી. ડી. પલસાણા સહિત આગેવાનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:48 am IST)