Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

વાપીમાં નામધા વિસ્‍તારમાં લેબર કોન્ટ્રાક્ટરે શ્રમજીવી મહિલાની મજબુરીનો ગેરઉપયોગ કરી બળત્‍કાર ગુજાર્યો

શ્રમજીવી મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતાં જ વાપી ટાઉન પોલીસ હરકતમાં આવતા લેબર કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો

વાપીઃ વાપીના નામધા વિસ્તારમાં એક બાંધકામ સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટરે શ્રમજીવી મહિલા પર દુષ્કર્મ આચરવાનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. શ્રમજીવી મહિલાએ લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરતાં જ વાપી ટાઉન પોલીસ હરકતમાં આવી હતી.

અને ગણતરીના સમયમાં જ દુષ્કર્મના આરોપી લેબર કોન્ટ્રાક્ટરની  ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો હતો.

બનાવની વિગત મુજબ વાપીના છેવાડે આવેલા નામના વિસ્તારમાં એક નવું જ બિલ્ડિંગ બની રહ્યું છે. આ બિલ્ડિંગના લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં સુરેન્દ્ર સૈની નામના લેબર કોન્ટ્રાક્ટર એ તેના ત્યાં કામ કરતી એક શ્રમજીવી મહિલાને નવી સાઇટ પર કામ અપાવવાની લાલચ આપી અને નવી બની રહેલી બિલ્ડિંગના બાંધકામ ના સ્થળ પર લઇ ગયો હતો.

ત્યારબાદ મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. લેબર કોન્ટ્રાક્ટરએ બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા શ્રમજીવી મહિલાએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસનો સંપર્ક કર્યો હત. અને લેબર કોન્ટ્રાક્ટર સુરેન્દ્ર સૈની નામના આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી.

આમ પીડિતાની ફરિયાદ બાદ વાપી ટાઉન પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી.. અને આરોપી લેબર કોન્ટ્રાક્ટર સુરેન્દ્ર સૈનિકની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ત્યારબાદ પોલીસે પીડિતાની વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં આરોપી લેબર કોન્ટ્રાક્ટર સુરેન્દ્ર સૈનીએ આ અગાઉ પણ આ પીડિત શ્રમજીવી મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી અને તેના પર અગાઉ પણ દુષ્કાળમાં ચૂક્યો હતો. આથી પોલીસે સમગ્ર પ્રકરણને ગંભીરતાથી લઈ આરોપીની ધરપકડ કરી તેના વિરુધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

અત્યારે પોલીસે પીડિતા અને આરોપીના મેડિકલ ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે... વધુમાં આરોપી લેબર કોન્ટ્રાક્ટર એ આ અગાઉ પણ તેના ત્યાં કામ કરતી અન્ય શ્રમજીવી મહિલાઓ સાથે પણ આવી રીતે દુષ્કર્મ આચર્યું છે કે કેમ??? તે અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

 

(1:00 am IST)