Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

ઝાકિયા જાફરીએ સુપ્રિમ કોર્ટમાં પોતાનો કેસ રજુ કર્યા : રમખાણોમાં તપાસ માટે રચાયેલ વિશેષ તપાસ ટીમ સામે આક્ષેપ કર્યો

ગાંધીનગર :  2002ના ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ એહશાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો હતો. ઝાકિયાએ આક્ષેપ કર્યો હતો કે રમખાણોની તપાસ માટે રચવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ રમખાણોના મોટા ષડયંત્રની તપાસ કરી ન હતી. બજરંગ દળના લોકો, પોલીસ, અમલદારો અને અન્ય લોકોને મુકદ્દમાથી બચાવવાની ખાતરી કરવામાં આવી હતી.

જાફરી તરફથી હાજર રહેલા એડવોકેટ સિબ્બલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે SITના સભ્યોને પાછળથી યોગ્ય "પુરસ્કાર" આપવામાં આવ્યા હતા.

અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં 28 ફેબ્રુઆરી 2002ના રોજ થયેલી હિંસામાં અહેસાન જાફરીનું મોત થયું હતું. જાફરીની પત્નીએ આ કેસમાં ગુજરાતના તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને SIT દ્વારા આપવામાં આવેલી ક્લીનચીટને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

ઝાકિયા જાફરી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જસ્ટિસ એએમ ખાનવિલકરની બેન્ચને કહ્યું કે SITએ તેનું કામ કર્યું નથી. આ સાથે રાજ્યના સંબંધિત અધિકારીઓએ હિંસા દરમિયાન નિષ્ક્રિય રહીને ટોળાને હિંસા કરવાની મંજૂરી આપી હતી.

આ મામલાની સુનાવણી કરતી બેંચમાં જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ સીટી રવિકુમાર પણ સામેલ હતા. સિબ્બલે વધુમાં કહ્યું હતું કે હિંસાની કોઈ તપાસ થઈ નથી. માત્ર લોકોને બચાવવા અને કોઈની સામે કાર્યવાહી ન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. વીએચપીના લોકો, બજરંગ દળના લોકો, અધિકારીઓ અને પોલીસવાળાઓ બચી ગયા. SITએ આ બધું કામ કર્યું. સિબ્બલે કહ્યું કે એસઆઈટી તથ્યોના આધારે વિપરીત નિષ્કર્ષ પર આવી છે. હકીકતમાં એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ. મને લોકોની પરવા નથી. હું પ્રક્રિયાથી ચિંતિત છું. હું માત્ર એટલું જ કહું છું કે SITએ આ કર્યું નથી.

સિબ્બલે કહ્યું કે અન્ય ઈલેક્ટ્રોનિક રેકોર્ડ, જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓના કોલ ડેટા રેકોર્ડ અને મુસ્લિમોના ઘરની ઓળખ કરતા ટોળાઓ પુરાવા છે, જે તમામ ષડયંત્ર તરફ ઈશારો કરે છે. પરંતુ એસઆઈટીએ આ બધાની અવગણના કરી. મેજિસ્ટ્રેટ અને હાઈકોર્ટે પણ તેની અવગણના કરી.

આ રીતે પુરસ્કાર આપવામાં આવે છે

સિબ્બલે બેંચને કહ્યું કે કેવી રીતે SITના અધિકારીઓ તેમજ પોલીસને સારા પુરસ્કાર આપવામાં આવ્યા. "જેઓએ સહકાર આપ્યો તેઓને ઘણો ફાયદો થયો," તેમણે કહ્યું. એસઆઈટીનું નેતૃત્વ કરનાર આરકે રાઘવનને સાયપ્રસમાં હાઈ કમિશનર બનાવવામાં આવ્યા હતા. અમદાવાદના તત્કાલિન પોલીસ કમિશનર પીસી પાંડેના કોલ ડેટા રેકોર્ડ્સ (સીડીઆર) દર્શાવે છે કે તે આરોપી સાથે વાતચીત કરી રહ્યો હતો. બાદમાં તેમને પોલીસ મહાનિર્દેશક બનાવવામાં આવ્યા હતા.

સિબ્બલે એમ પણ કહ્યું કે NHRCએ ફરિયાદ કરી હતી કે સ્થાનિક પોલીસ પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે SITની રચના કરી હતી. SITનું નિષ્કર્ષ તથ્યોથી પર છે.

દિવસભર ચાલેલી ચર્ચા દરમિયાન સિબ્બલે કહ્યું કે ઝાકિયા જાફરીએ વર્ષ 2006માં રમખાણોના મોટા ષડયંત્રનો આરોપ લગાવ્યો હતો, પરંતુ SITએ તેની તપાસ કરી ન હતી. આ મામલે વધુ સુનાવણી 16 નવેમ્બરે હાથ ધરવામાં આવશે.

(12:06 am IST)