Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજપીપળા વન વિભાગ કચેરી બહાર મહાકાય વૃક્ષની ડાળી પડતા લારીને નુકશાન,સદનસીબે લોકોનો આબાદ બચાવ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા એસટી ડેપોની બાજુમાં આવેલી વન વિભાગની કચેરી બહાર એક મહાકાય ઝાડ ની મોટી ડાળ બહાર રોડ તરફ તૂટી પડતા લારીની ઉપર લગાવેલા વાછાંટીયુ તૂટી ગયું હતું જ્યારે લારીને પણ સામાન્ય નુકશાન થયું હતું.

જોકે વર્ષો જુના સડી ગયેલા આ લીમડાના વૃક્ષ ની ડાળી રાત્રે તૂટતા ખાસ કોઈ નુકસાન થયું ન હતું પરંતુ જો આ દુર્ઘટના દિવસે બની હોત તો ડેપોમાં જતા આવતા હજારો લોકો બહાર લારી ગલ્લાઓ પર ઉભા હોવાથી કોઈ મોટી દુર્ઘટના બની શકત ત્યારે રાજપીપળા શહેરમાં આવા ઘણા તોતિંગ અને સડી ગયેલા વૃક્ષો હજુ પણ છે જેના દ્વારા ક્યારેક કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલાં તંત્ર એ તેને તોડી પાડવા જરૂરી છે.

(10:30 pm IST)