Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજપીપળા ખાતે 1.15 કરોડના ખર્ચે તૈયાર થયેલા CNG સ્મશાનગૃહના થનારા અનાવરણ પૂર્વે પુંજા કરાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજપીપળા ખાતે અંદાજે રૂા.૧.૧૫ કરોડના ખર્ચે સંપૂર્ણ લોકભાગીદારીથી તૈયાર થયેલા CNG આધારિત રાજપીપલા સ્મશાનગૃહ, નોંધારાનો આધાર પ્રોજેક્ટ કાર્યાલય અને સખી મંડળ સંચાલિત જિલ્લા સેવાસદનના કેન્ટીનના લોકાર્પણની તક્તીનું આજે મુખ્યમંત્રી ના હસ્તે અનાવરણ થનાર છે ત્યારે તે પૂર્વે આ સીએનજી સ્મશાનગૃહ ખાતે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા તથા ગ્રામજનોના સહકાર બાદ ગુરુવારે પુંજા વિધિ કરવામાં આવી હતી. 

આ પૂંજાવીધી માં સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ ના પ્રમુખ તેજસભાઈ ગાંધી,દત્તાબેનને ગાંધી,ગુંજનભાઈ મલાવીયા,કૌશલભાઈ કાપડિયા,ઉરેશભાઈ પરીખ, દર્શકભાઈ પરીખ, અજિતભાઈ પરીખ સહિતના હોદ્દેદારો અને અગ્રણીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતાં.

(10:30 pm IST)