Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાજકોટ બાદ અમદાવાદમાં ટ્રાફિક પોલીસને ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ નહીં કરવા આદેશ

શહેર પશ્ચિમ ટ્રાફિક ડીસીપી દ્વારા લેવાયેલ નિર્ણયથી પોલીસબેડામાં ખળભળાટ : ટ્રાફિક પોલીસમાં નારાજગી

અમદાવાદ : રાજકોટ પોલીસ બાદ હવે અમદાવાદ પોલીસના ઉચ્ચ અધીકારીઓએ પણ જાહેરાત કરી છે કે ટ્રાફિક પોલીસ હવે પોતાની ફરજ પર મોબાઈલ ફોનનો ઉપયોગ નહી કરી શકે અને આ નિર્ણયને પરિણામે ટ્રાફિક પોલીસતંત્રમાં જાણે કે ખળભળાટ મચી ઉઠ્યો હોય તેવી પરીસ્થીતી સર્જાઈ છે.  ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ લીધેલા એક નિર્ણયના લીધે ટ્રાફિક પોલીસ કર્મીઓમાં નારજગી વ્યાપી ગઈ છે.

 શહેર પશ્ચિમ ટ્રાફિક ડીસીપી દ્વારા ગઈકાલે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં ફરમાન કરવામાં આવ્યું છે કે ટ્રાફિક પોલીસ કર્મીઓ ચાલુ ડ્યુટીએ મોબાઈલ ફોન ઉપર વાત કરવી નહિ.

   પશ્ચિમ ટ્રાફિક ડીસીપીએ નિર્ણય લીધો છે કે તેમના હદમાં આવતા ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને તેમાય પણ જે ટ્રાફિક પોલીસકર્મીઓ જે રોડ પર ફરજ બજાવે છે તે લોકોએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો નહિ

(9:23 pm IST)