Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે 8 હજાર ઈ-ચલણ અને 821 મેન્યુઅલ મેમો ઇસ્યુ કર્યા : 74 લાખનો દંડ વસુલ્યો

દંડની કુલ રકમમાંથી 3.88 લાખ રૂપિયાનો દંડ રોડ પર વસુલાયો

ગાંધીનગર : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ટ્રાફિક પોલીસે 8 હજાર ઇ-ચલણ અને 821 મેન્યુઅલ મેમા ઇસ્યુ કર્યા. જે દરમ્યાન ટ્રાફિક પોલીસે 74 લાખથી વધુનો દંડ વસુલ કર્યો છે. દંડની કુલ રકમમાંથી 3.88 લાખ રૂપિયાનો દંડ રોડ પર વસુલવામાં આવ્યો છે

  પોલીસના જણાવ્યા પ્રમાણે જે વાહન ચાલકોએ ઇ-મેમો ભર્યા નથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરટીઓને જાણ કરીને લાયસન્સ રદ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

(7:47 pm IST)