Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

નડિયાદના વડતાલ તેમજ વનોડા ગામમાં નજીવી બાબતે મારામારીના બનાવમાં સામસામે હુમલો થતા ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ: તાલુકાના વડતાલમાં આવેલ ખાડીયા વિસ્તારમાં મહેશભાઈ ભયજીભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના બાપદાદાની આશરે ૨૪ ગુંઠા જેટલી સહિયારી જમીન વડતાલ ગામની સીમમાં આવેલી છે. જે પૈકી મહેશભાઈ પરમારના ભાગમાં આવેલ જમીનમાં ગોરસ આંબલીના ઝાડ આવેલા છે. મહેશભાઈના કુટુંબી કાકા રાયસીંગભાઈ શકરાભાઈ પરમારે ગત શનિવારના રોજ મહેશભાઈની જમીનમાંથી બે ગોરસઆંબલીના ઝાડ કાપી નાખ્યાં હતાં.

મહેશભાઈને આની જાણ બીજા દિવસે થતાં તેઓ સવારે નવ વાગ્યાના અરસામાં કુટુંબી કાકા રાયસીંગભાઈને મળવા ગયાં હતાં. અને તેઓએ અમારા ભાગની જમીનમાંથી ગોરસઆંબલીના ઝાડ કેમ કાપી નાખ્યાં તેમ કહેતાં ઉશ્કેરાયેલા રાયસીંગભાઈ ગમેતેમ ગાળો બોલી લાકડીની ઝાપોટ ભત્રીજા મહેશને મારી ઈજા પહોંચાડી હતી. આ વખતે રાયસીંગભાઈનું ઉપરાણું લઈ તેમનો પુત્ર અશોકભાઈ રાયસીંગભાઈ પરમાર અને તેમનો ભાઈ ઉમેદભાઈ શકરાભાઈ પરમાર ત્યાં આવી જઈ મહેશભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે મહેશભાઈ ભયજીભાઈ પરમારની ફરીયાદને આધારે ચકલાસી પોલીસે રાયસીંગભાઈ શકરાભાઈ પરમાર, અશોકભાઈ રાયસીંગભાઈ પરમાર અને ઉમેદભાઈ શકરાભાઈ પરમાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:59 pm IST)