Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગાંધીનગરના ચિલોડામાં બેફામ તસ્કરોનો આતંક: એક સાથે પાંચ મકાનના તાળા તોડ્યા: 1.24 લાખની મતાની ઉઠાંતરીથી પોલીસ ફરિયાદ

ગાંધીનગર: શહેરના ચિલોડા પંથકમાં બેફામ બનેલા તસ્કરોએ એક જ રાતમાં એક સોસાયટીના પાંચ મકાનના તાળા તોડતા ફફડાટ વ્યાપી ગયો છે. હાલના તબક્કે બે ઘરમાંથી કુલ ૧.૨૪ લાખની મત્તાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. તો બાકીના ત્રણ મકાન માલિકો બહાર ગામ હોવાથી તેઓ આવ્યા પછી ચોરીનો સાચો આંકડો ખબર પડશે. ત્યારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 

મોટા ચિલોડા ખાતે દહેગામ રોડ પર પૂનમ બંગ્લોઝની બાજુમાં પ્રમુખ ઓર્કેડ ફલેટ સોસાયટી ખાતે ચોરીની ઘટના બની છે. અહીં મકાન નં.સી-૪૦૫, ૨૦૬, બી - ૩૦૨, એ -૩૦૪ ખાતે ચોરીની ઘટના બની છે. હાલ આ ઘટના અંગે સી-૪૦૫ ખાતે રહેતા વિજયકુમાર રમેશચંદ્ર આદીવાલાએ ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓ ચિલોડા એરફોર્સમાં ફીટર જનરલ મિકેનીક તરીકે નોકરી કરે છે અને છેલ્લા છ મહિનાથી અહીં રહે છે. ૯ નવેમ્બરની સાંજે તેઓ પત્ની અને બે બાળકો સાથે અમદાવાદ સબંધીના ઘરે ગયા હતા.

(5:56 pm IST)