Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુરતના વરાછામાં રહસ્યમય સંજોગોમાં યુવાનની તબિયત લથડતા કમકમાટીભર્યું મોત: મૃત્યુ અંગે રહસ્ય ગૂંચવાયું: પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

સુરત: શહેરના વરાછામાં લંબે હનુમાન રોડ પર રહસ્યમંય સંજોગોમાં યુવાનની તબિયત બગડતા મોત થયુ હતું.  યુવાનનું અપહરણ થયા બાદ અપહરણકર્તા પાસેથી તે છટકીને ઘરે આવ્યો હોવાનુ તેના પરિવારજનોએ જણાવ્યુ હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ વરાછામાં લંબે હનુમાન રોડ પર ગોપીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા 35 વર્ષીય ભરતભાઇ રણછોડભાઇ કલાલાની આજે સવારે ઘરમાં રહસ્યમંય સંજોગોમાં તબિયત બગડતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.જયાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયા હતા.ભરતભાઇના સંબંધીએ  કહ્યુ કે ભરતભાઇનું ગત તા.૯મીએ રાતે  કોઇ અજાણ્યા વ્યકિતઓ અપહરણ કરી ગયા હતા. તેઓની ચુંગલ માંથી છટકીને ગઇ કાલે સવારે ભરતભાઇ ઘરે આવ્યા હતાં. બાદમાં તેની ભેદી સંજોગોમાં  તબિયત બગડતા મોત થયુ હતું. પરિવારજનોના આક્ષેપના કારણે  સ્મીમેર હોસ્પિટલમાં તેમનું પેનલમાં પોસ્ટમોર્ટમ કરવા આવ્યુ હતુ.બાદમાં ડોકટરે કહ્યુ કે તેના લીધેલા વિવિધ સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચુ કારણ જાણવા મળશે.

(5:55 pm IST)