Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુરત: હરિયાણાથી જુદી-જુદી જગ્યાએ એટીએમમાંથી પૈસા ઉપાડી સ્વીચ સાથે ચેડાં કરી છેતરપિંડી આચરનાર મેવાતની ગેંગની ધરપકડ

સુરત:હરિયાણાથી સુરત આવીને જે એટીએમમાં ગાર્ડ નહી હોય ત્યાં જઇને એટીએમમાંથી રૃપિયા બહાર નિકળે કે તુરંત જ એટીએમની સ્વીચ ઓફ કરીને કસ્ટરમર કેરમાં જઇને 'રૃપિયા મળ્યા નથી' એવી ફરિયાદ કરીને બેન્કો પાસેથી રૃપિયા મેળવીને ઠગાઇ કરતી મેવાતી ગેંગના ચારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.

સરકારે કે બેન્કો ભલેને ઓનલાઇન કે એટીએમ ફોર્ડ ના થાય તે માટે આધુનિક સિસ્ટમ અપનાવતી હોઇ છે. પરંતુ આ સિસ્ટમમાંથી પણ ચોરો છીંડા શોધી કાઢીને ચોરી કરતા હોય છે. આવી જ એક ફરિયાદ સુરતમાં બની હતી. બેન્ક ઓફ બરોડાની ભાગાતળાવ બ્રાન્ચમાં જઇને કેટલાક ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે તમારૃ એટીએમ વારંવાર બંધ રહે છે. બેન્કના અધિકારીઓએ સીસીટીવી ફૂટેજ ચકાસતા 10-10-2019 થી 4-11-2019 દરમ્યાન અલગ અલગ 30 વખત એટીએમમાંથી લાખ્ખો રૃપિયાની રકમ ઉપાડાઇ હતી. ઠગ ટોળકીએ એટીએમમાં છેડછાડ કર્યાની ચીફ મેનેજર બાબુલનાથ સુર્યબલી યાદવે ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપીંડી અને આઇ.ટી.એકટ 43 (ડી) તથા 66 મુજબનો ગુનો દાખલ કરાયો હતો.

(5:54 pm IST)