Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુરતના સરથાણામાં મહિલાએ માલિકની નજર સેરવી 1.08 લાખની સોનાની ચેઇન સેરવી લીધી:પોલીસ ફરિયાદ દાખલ

સુરત:સરથાણાના જર્વેલસને ત્યાં ખરીદી કરવા આવેલી મહિલા માલિકની નજર ચૂકવીને રૃા.1.08 લાખની કિંમતની સોનાની ચેઇન સેરવી ગઇ હતી. સીસીટીવી ફૂટેજ જોતા આ મહિલા ધનતેરસના દિવસે પણ આવી હતી. પરંતુ તે દિવસે તક મળી ના હતી.

સરથાણા સિવિલાઇઝ સર્કલ પાસે અમરદીપ સોસાયટીમાં શ્રી હરિ જવેલર્સ નામની દુકાન આવી છે. આ દુકાનમાં લાભ પાચમના દિવસે એક મહિલા સોનાના દાગીનાની ખરીદી કરવા આવી હતી. દાગીના ખરીદતી વખતે માલિકની નજર ચૂકવીને રૃા.1.08 લાખની કિંમતની સોનાની ગોળાકાર ચેઇન જેની સાથે સોનાનું લંબગોળ પેંડલ જડેલુ હતુ. તે ચોરી કરીને લઇ ગઇ હતી.

(5:53 pm IST)