Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અમદાવાદ: મૂંગા પશુઓના નામે ભ્રસ્ટાચાર આચરવાના ગુનાહમાં વધારો: ગૌશાળા-પાંજરાપોળના બહાને મદદનીશ પશુપાલન નિયામકોએ 10.15 કરોડનો ઘટસ્ફોટ કર્યો

અમદાવાદ:ગાયોના નામે મતો મેળવનાર સરકાર સત્તા પર બેઠા પછી ગૌચરના નામે ખાઇકી કરી રહી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ગૌ સેવા   અને ગૌચર વિકાસ બોર્ડના અધિકારીઓ મુંગા પશુઓના બહાને કરોડો રૃપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. ગાંધીનગરમાં મદદનીશ પશુપાલ નિયામક ડૉ. એસ.ડી.પટેલે ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવની સત્તાનો દુરપયોગ કરીને ગૌશાળા-પાંજરાપોળને અદ્યતન બનાવવાની યોેજના હેઠળ પોતાના મળતીયાઓની ૧૨૫ અરજીઓ મંજુર કરીને રૃા. ૧૦.૧૫ કરોડાનો ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ ઘટના અંગે એસીબીએ તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

એસીબીના એસીપી, ડી.પી. ચૂડાસમાના જણાવ્યા મુજબ મદદનીશ પશુપાલન નિયામક (ઇન્ચાર્જ  નાયબ પશુપાલન નિયામ ક) ડૉ.એસ.ડી.પટેલ દ્વારા ગૌેસેવા અને ગૌચર વિકાસ બોર્ડના સભ્ય સચિવની સત્તાનો દુરપયોગ કરીને પોતાની પાસે સત્તા ન હોવા છતાં ગૌચર સુધારણા યોજના હેઠળના ચુકવણા કર્યા હતા તથા ગૌચર સુધારણા યોજના આંતર માળખાકીય સુવિધા તેમજ ગૌશાળા-પાંજરાપોળને અદ્યતન બનાવવા યોજનાની કામગીરી તેઓએ સૈધ્ધાંતિક મંજૂરી આપી સહાયના ચુકવણા કરી સત્તાનો દુરપયોગ કર્યો હોવાની કૃષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ અને પશુપાલન વિભાગ તરફથી એસીબીને રજુઆત કરવામાં આવી હતી.

(5:50 pm IST)