Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુરત-કડોદરા રોડ પર વાહન ચેકીંગ દરમ્યાન પોલીસે એસટી બસમાં સવાર ઝારખંડવાસીને 10.59 કિલોના ગાંજાના જથ્થા સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી

સુરત:સુરત-કડોદરા રોડ પર નિયોલ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન એસ.ટી બસમાંથી મુસાફરના સ્વાંગમાં શહેરમં ઘુસાડવામાં આવી રહેલો 10.059 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝારખંડવાસી યુવાનને પુણા પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક તપાસમાં ગાંજાનો જથ્થો ઝારખંડથી ભાવનગર મોકલાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.

કડોદરા રોડ સ્થિત નિયોલ ચેક પોસ્ટ ખાતે ગત રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં વાહન ચેકિંગ દરમ્યાન વાહનોની લાઇન વચ્ચે ઉભેલી એસ.ટી બસમાંથી એક યુવાન બે હાથમાં થેલા લઇ ઉતર્યો હતો.

(5:49 pm IST)