Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સુરતમાં ટેક્સ્ટાઇલના વ્યાપારી પાસેથી દિલ્હીના બે ઠગબાજોએ 30 દિવસમાં પેમેન્ટ આપવાનું કહી 13.19 લાખની સાડી ખરીદી વિશ્વાસઘાત આચરતા ગુનો દાખલ

સુરત:રીંગરોડની સુરત ટેક્સટાઇલ માર્કેટના વ્યાપારી પાસેથી દિલ્હીના બે ઠગબાજ વ્યાપારીએ 30 દિવસમાં પેમેન્ટ ચુકવવાના બહાને રૂા. 13.19 લાખની સાડી ખરીદી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે.

રીંગરોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં મનભરી પ્રિન્ટર્સ અને મનભરી ફેશન નામે છેલ્લા 30 વર્ષથી કાપડનો હોલસેલ વ્યાપારી નરેન્દ્ર રામઅવતાર સાબુ (ઉ.વ. 50 રહે. વિજયનગર સોસાયટી, એસ.આઇ.ડી.એસ હોસ્પિટલ લાઇન, મજુરા ગેટ) ના પરિચીત દિલ્હીના બે વ્યાપારી કોમલ સોબતી અને અમિત અરોરાએ મે 2019માં પોતે દિલ્હીમાં મોટા પાયે કાપડનો ધંધો કરે છે અને સુરતના 100થી વધુ વ્યાપારીઓ પાસેથી માલ ખરીદે છે અને સમયસર પેમેન્ટ ચુકવી આપે છે તેવી વાત કરી હતી. 

(5:49 pm IST)