Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

અમદાવાદના ઘાટલોડિયામાં દારૂના નશામાં ધૂત દંપતીએ સોસાયટીમાં ધમાલ મચાવતા રહીશોએ પોલીસનો આસરો લીધો

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં દારૃના નશામાં ચકચૂર દંપતિએ સોસાયટીમાં ધમાલ મચાવી હતી, સોસાયટીના રહિશે જાણ કરતાં પોલીસે દારૃ ઢીંચીને ભાન ભુલેલા લથડિયા ખાતા   પતિ -પત્નીને ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે સોલા પોલીસે તેમની સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે સોલા પોલીસને ગઇકાલે સાંજે કન્ટ્રોલ દ્વારા મેસેજ મળ્યો હતો કે ઘાટલોડિયામાં પ્રભાત ચોકથી આગળ શોયોના સિટી પાસે વિશ્વાસ સિટી સોસાયટીમાં પતિ-પત્ની દારૃપીને ધમાલ કરી રહ્યા છે.જેથી પોલીસે ત્યાં પહોચીને તપાસ કરતાં  ત્યાં રહેતા વિજયભાઇ.એ. પાટીલ અને તેમના પત્ની જયશ્રી બહેન દારુના નશામાં લથડીયા ખાઇ રહ્યા હતા.

(5:47 pm IST)