Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

દિવાળી બાદ એર ક્વોલીટી ઇન્ડેક્ષ અમદાવાદમાં ઉંચોઃ વાયુ પ્રદુષણનો ગ્રાફ ઉંચો ચડતા મોડરેટ કેટેગરીમાં

અમદાવાદ :અમદાવાદ હવે પ્રદૂષણના મામલે દિલ્હીના લેવલ પર આવી રહ્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ધીરે ધીરે વધી રહ્યું છે. તેમાં પણ દિવાળી બાદ એર ક્વોલિટી ઇન્ડેક્ષ ઉંચો ગયો છે. સતત બે દિવસથી અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનો આંક વધ્યો છે. આજે 12 નવેમ્બરના રોજ અમદાવાદમાં વાયુનું પ્રદૂષણ "મોડરેટ" કેટેગરીમાં રહ્યું છે.

                ઉલ્લેખનીય છે કે, દિવાળીમાં ફટાકડા સૌથી વધુ ફોડાય છે. તેમાં પણ ગુજરાતીઓ ફટાકડા ફોડવામાં ક્યાંય બાકી રહી જાય તેવા નથી. ત્યારે આવા શોખમાં હવાનું પ્રદૂષણ વધી જતું હોય છે. દિવાળી સમયે એર ક્વોલિટી ઈન્ડેક્ષ ગુડ કેટેગરીમાં હતું. પરંતુ દિવાળી બાદ અમદાવાદના અનેક શહેરમાં વાયુનું પ્રદૂષણ વધ્યું છે. જેમ કે, પિરાણા, સેટેલાઇટ, બોપલ, રખિયાલ, રાયખડ, એરપોર્ટ, નવરંગપુરા જેવા વિસ્તારોમાં વાયુ પ્રદૂષણ વધ્યું છે. તમામ વિસ્તારોમાં AQI 110 થી 160 વચ્ચે જોવા મળ્યો છે.

12 નવેમ્બર, 2019ના રોજ સવારે 06:11:26 કલાકે લેવાયેલ આંકડા

બોપલ

Pollutant    AQI

PM10    128    Moderate

PM2.5    168    Moderate

પિરાણા

Pollutant    AQI

PM10    126    Moderate

PM2.5    119    Moderate

રખિયાલ

Pollutant    AQI

PM10    145    Moderate

PM2.5    137    Moderate

રાયખડ

Pollutant    AQI

PM10    153    Moderate

PM2.5    143    Moderate

ચાંદખેડા

Pollutant    AQI

PM10    140    Moderate

PM2.5    111    Moderate

એરપોર્ટ

Pollutant    AQI

PM10    137    Moderate

PM2.5    127    Moderate

ગિફ્ટ સિટી

Tue, Nov 12, 2019 06:11:26 am

Pollutant    AQI

PM10    139    Moderate

PM2.5    138    Moderate

AQI કેટલું between

0-50 એટલે સારું

51-100 એટલે સંતોષજનક

101-200 એટલે મધ્યમ

201-300 ખરાબ 

301-400 બહુ જ ખરાબ

 401-500 ગંભીર 

Above 500 અત્યંત ખરાબ ગેટેરીમાં

(5:09 pm IST)