Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

રાજયપાલ - મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોને વહાલુડીના વિવાહનું નિમંત્રણ

રાજકોટઃ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા તા.૨૧ અને ૨૨ ડિસેમ્બરના રોજ માતાપિતા વિહોણી અને પિતાની છત્રછાયા ગુમાવનાર ૨૨ ગરીબ પરીવારની દીકરીઓનો જાજરમાન લગ્નોત્સવ રાજકોટને આંગણે યોજાનાર છે શહેરના શ્રેષ્ઠીઓનું બનેલ માર્ગદર્શન મંડળ મૌલેશભાઇ ઉકાણી, વલ્લભભાઇ સતાણી, શિવલાલભાઇ આદ્રોજા, પ્રતાપભાઇ પટેલ, ડો.નિદત બારોટ, ધીરૂભાઇ રોકડ, મનીષભાઇ માદેકા,વેજાભાઇ રાવલીયા, સુરેશભાઇ નંદવાણા, પરેશભાઇ ગજેરા, વિઠ્ઠલભાઇ ધડુક, અરવિંદભાઇ દોમડીયા, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ બેનાણી, રમેશભાઇ ટીલાળા, ભૂપતભાઇ બોદર, રામભાઇ મોકરીયા, ભાવેશભાઇ પટેલ, પ્રશાંતભાઇ લોટીયા, મેહુલભાઇ રૂપાણી, ડી.વી.મહેતા, રાજેશભાઇ કાલરીયા, ડો.મયંક ઠકકર, અમીતભાઇ ભાણવડીયા, ખોડુભા જાડેજા, સહિતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ છેલ્લા બે માસથી સંસ્થા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તાજેતરમાંજ ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમનું પ્રતિનિધિ મંડળ ગાંધીનગર રૂબરૂ જઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ગર્વનર દેવવ્રત આચાર્યજી, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, શિક્ષણમંત્રી વિભાવરીબેન દવે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.રાજેન્દ્ર ત્રિવેદી, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ધનસુખભાઇ ભંડેરી, બિન અનામત આયોગના ચેરમેન હંસરાજભાઇ ગજેરા તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર નવીનભાઇ શેઠને રૂબરૂ મળી વહાલુડીના વિવાહમાં માતા-પિતા વિહોણી દીકરીઓને આશિર્વાદ આપવા આવવા નિમંત્રણ આપેલ જેનો મહાનુભાવોએ સ્વીકાર કયો૪ હતો. ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમ દ્વારા સતત બીજા વર્ષે આ ભવ્ય લગ્નોત્સવ ઉજવવા જઇ રહ્યો છે ત્યારે સંસ્થાના ૨૫૦ થી વધુ કાર્યકર્તા ભાઇઓ-બહેનો રાત દિવસ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ''દીકરાનું ઘર'' વૃદ્ધાશ્રમના મુકેશભાઇ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટ આદ્રોજા, ઉપેનભાઇ મોદી, કિરીટભાઇ પટેલ, સુનીલભાઇ મહેતા, અશ્વિનભાઇ પટેલ, હેમલ મોદી, પ્રવિણભાઇ હાપલીયા સહિતનું પ્રતિનિધિ મંડળ મહાનુભાવોની મુલાકાતે જોડાયા હતા. વહાલુડીના વિવાહનેે યશસ્વી બનાવવા સંસ્થાના અનુપમ દોશી, હસુભાઇ રાચ્છ, હરેશભાઇ પરસાણા, રાકેશભાઇ ભાલાળા, ગૌરાંગભાઇ ઠકકર, ડો.શૈલેષ જાની, હરેનભાઇ મહેતા, હરદેવસિંહ જાડેજા સહિતના મહાનુભાવો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:22 pm IST)