Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પપ હજાર વીજ કામદારોના મોટા ભાગના પ્રશ્નો અંગે બોર્ડનું હકારાત્મક વલણઃ કાલે ઉર્જામંત્રી સાથે બેઠક

માસ સીએલ-બે મુદતી હડતાલ રદ્દ થાય તેવા સંજોગોઃ ૭મા પગાર પંચ અંગે ટુંકમાં જાહેરાત

રાજકોટ તા. ૧રઃ રાજયભરના વીજ કામદારોના પ્રશ્ને ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ દ્વારા આગામી તા. ૧૪ને ગુરૂવારે રાજયભરમાં માસ સીએલ અને તા. ર૦થી અચોકકસ મુદતની હડતાલનું એલાન આપવામાં આવ્યા બાદ સંકલન સમિતિના હોદેદારો સાથે ગાંધીનગરમાં વીજતંત્રના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી જેમાં વિદ્યુત સહાયકોને સીનીયોરીટી અને હાયર ગ્રેડનો લાભ આપવા, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર કરી આપવા સહિતના પ્રશ્નો અંગે હકારાત્મક વલણ દર્શાવવામાં આવ્યું હતું.

રાજયભરના પપ હજાર વીજ કામદારોને ૭મા પગાર પંચનું બાકી એરીઅર્સ ચુકવવા સહિતના મુદ્દે રાજયવ્યાપી લડતનું જે એલાન આપવામાં આવ્યું, તે સંદર્ભે મગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિના હોદેદારોની બેઠક આજરોજ ગાંધીનગરમાં મળી હતી જેમાં ઇપીડીના ચેરમેન સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં વીજ કામદારોને એલાઉન્સનું એરીઅર્સ ૧-૧-ર૦૧૬ થી આપવા, હાલના ૧૦ના ગુણાંકને બદલે ૧૦૦ના ગુણાંકમાં પગાર સુધારવા, ટીએ બિલોના હાલના દર અને અન્ય એડવાન્સની રકમ સુધારવા, ફિલ્ડમાં કામ કરતા ટેકનીકલ સ્ટાફને હાર્ડશિપ એલાઉન્સ આપવા, મેડીકલ સ્કીમ આવકની મર્યાદામાં પેન્શનની આવક રદ કરવા સહિતના પ્રશ્નોનો ઉકેલ લાવવાની ખાત્રી આપવામાં આવી હતી.

હવે કાલે ઉર્જામંત્રી સાથેફાઇનલ બેઠક થશે. તેમાં મોટા ભાગના પ્રશ્નોનો ઉકેલ આવી જતા ૧૪મીની માસ સીએલ-ર૦મીથી બે મુદતી હડતાલનો પ્રશ્ન ઉકેલાઇ જતા આંદોલન રદ્દ થશે તેમ સુત્રો ઉમેરી રહ્યા છે.

(12:44 pm IST)