Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

ગુજરાતી ફિલ્‍મ ‘હેલ્લારો'ના નિર્દેશક, નિર્માતા સહિત ૭ વિરૂધ્‍ધ અમદાવાદમાં એટ્રોસીટી હેઠળ ગુનો

રિલીઝ પહેલા જ લોકપ્રિય બનેલી ફિલ્‍મ વિવાદમાં ફસાઇ : શ્રેષ્‍ઠ ફિચર ફિલ્‍મનો નેશનલ એવોર્ડ મેળવી ચુકી છે આ ફિલ્‍મ :ચાહકોમાં ચર્ચા

અમદાવાદ,તા.૧૨: ગુજરાતી ફિલ્‍મોનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્‍યારે રિલીઝ પહેલા લોકપ્રિય થયેલી અને શ્રેષ્ઠ ફીચર ફિલ્‍મના નેશનલ એવોર્ડથી સન્‍માનિત થયેલી ફિલ્‍મ ‘હેલ્લારો' વિવાદમાં ફસાઇ છે. ગુજરાતી ફિલ્‍મ ‘હેલ્લારો' ના ડાયરેક્‍ટર સામે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્‍ટેશનમાં એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

એટલું જ નહીં, ગુજરાતી ફિલ્‍મ ‘હેલ્લારો' ના ડાયરેક્‍ટર, દિગ્‍દર્શક સહિત ૭ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. ‘હેલ્લારો' ફિલ્‍મમાં અનુસૂચિત જાતિવિષયક શબ્‍દનો ઉપયોગ કરી જાતિ અને સમાજને નીચું દેખાડવા બદલ એક દર્શકે ફરિયાદ નોંધાવી છે. શ્રેષ્ઠ ફીચર ફિલ્‍મનો નેશનલ એવોર્ડ મેળવી ચુકેલી ગુજરાતી ફિલ્‍મ શ્નહેલ્લારોઙ્ખના ડાયરેક્‍ટર, નિર્માતા અને ડાયલોગ લખનાર સહિતના લોકો સામે કાગડાપીઠ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાતા ફિલ્‍મને પસંદ કરતા લોકોમાં નિરાશા વ્‍યાપી છે.

આ દ્યટનામાં પોલિસ ફરિયાદમાં જણાવાયા મુજબ, ‘હેલ્લારો' ફિલ્‍મમાં એક ઢોલી ગામમાં આશરો લેવા ગામના મુખીને મળી જોશમાં ઢોલ વગાડે છે. મુખી તેના માણસને દ્યી આપી રવાના કરવા કહે છે પરંતુ ઢોલી તેને દ્યી નહીં આશરો લેવા આવ્‍યો હોવાનું કહે છે. જેથી મુખી ઢોલીને નામ પૂછતાં મૂળજી કહે છે. મુખીએ મૂળજી એટલે કેવા એમ પૂછ્‍યું હતું. જેથી ઢોલીએ પોતે એક ચોક્કસ જાતિના હોવાનું કહ્યું હતું.

હવે ફિલ્‍મને જોયા બાદ એક દર્શકનો આક્ષેપ છે કે, ફિલ્‍મમાં સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલા શબ્‍દનો ઉલ્લેખ કરી જાતિનું અપમાન કરવામાં આવ્‍યું છે. જાતિને નીચી બતાવવા પ્રયત્‍ન કર્યો હોવાને લઇ હેલ્લારો ફિલ્‍મના દિગ્‍દર્શક અભિષેક શાહ, ડાયરેક્‍ટર આશિષ સી પટેલ, નીરવ સી પટેલ, આયુષ પટેલ, મિત જાની, પ્રતિક ગુપ્તા, ડાયલોગ લખનાર સૌમ્‍ય જોશી સહિતના લોકો સામે ફરિયાદ નોંધવતા કાગડાપીઠ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(10:21 am IST)