Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

વાપીમાં અગાઉ થયેલ ગોળીબારીનો પર્દાફાશ: ફરિયાદને આધારે આરોપીની ધરપકડ

વાપી: શહેરમાં ચાર દિવસ અગાઉ લેબર કોન્ટ્રક્ટર પર બે શખ્સોએ ગોળીબાર કર્યો હોવાની ફરીયા બોગસ (ખોટી) હોવાનો પર્દાફાશ  થયો છે. હકીકતમાં શોખ માટે યુપીથી લાવવામાં આવેલી પિસ્તોલની ચકાસણી કરતા સમયે ગોળી છુટી  જતા  ભાઈનાં પેટમાં વાગી હતી. આમ ગેરકાયદ હથિયારોનો ભાંડો  ફૂટી નહીં જાય તે માટે ગોળીબારનું તરકટ ઉભું કરનાર ફરીયાદીને પોલીસે પિસ્તોલ  સાથે ઝડપી લીધો હતો.

વલસાડ ક્રાઈમ બ્રાંચે  મળેલી બાતમીનાં આધારે વાપી વૈશાલી ચાર રસ્તા નજીક  વોચ ગોઠવી હતી. દરિમયાન રોડ પરથી જતાં બાતમી મુજબનાં યુવાનને  અટકાવી પુછપરછ  કરતા પ્રથમ ગોળગોળ જવાબ આપ્યો હતો. બાદમાં કડકાઈથી પુછપરછ કરી અંગઝડતી  લેતા યુવાન પાસેથી  એક પિસ્તોલ, બે મેગ્ઝિન  અને  ૬ જીવતા  કારતુસ મળી આવ્યા હતા.

(5:08 pm IST)