Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અમદાવાદમાં કાચા- પાકા દબાણો હટાવવાની કામગીરી આજથી હાથ ધરાશે

અમદાવાદ: શહેરમાં આજે સોમવારને લાભપાંચમથી તમામ ઝોનમાં ગેરકાયદે લાગેલા પોસ્ટર-બેનરો અને હોડિંગ્સ દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. કાચા-પાકા દબાણો દુર કરવાની કામગીરી સાતમને તા.૧૪ નવેમ્બરને બુધવારથી શરૃ કરાશે. 

શહેરમાં છેલ્લા એક માસથી બીજા તબક્કાની દબાણ હટાવ ઝૂંબેશ આરંભાઇ છે. જેમાં ઓઢવ, સરખેજ, નરોડા સહિતના તમામ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પાકા દબાણો તોડી પડાયા હતા. દિવાળીના તહેવારો આવી જતા આ ઝૂંબેશ રોકી દેવાઇ હતી.

હવે જ્યારે દિવાળીના તહેવારો પૂર્ણ થઇ ગયા છે. ત્યારે લાભપાંચમથી તમામ વોર્ડમાં જાહેરાતોના બેનરો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે એસ્ટેટ ટીડીઓ ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ હાલમાં મોટાભાગનો સ્ટાફ રજા પર છે. સાતમ પછી પોલીસ રક્ષણ મેળવવામાં પણ સરળતા રહેશે.

(5:03 pm IST)