Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વિરમગામના સ્વામી વિવેકાનંદ ટાઉનહોલ ખાતે ગરબા સ્પર્ધા યોજાઇ

ગરબા સ્પર્ધામાં વિજેતા ખેલૈયાઓને મહેમાનોના વરદ હસ્તે ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :નવરાત્રી દરમિયાન ખાસ કરીને ગુજરાતમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા છે. અમદાવાદ જીલ્લાના વિરમગામ ખાતે ડેર ટુ ડાન્સ ક્લાસીસ દ્વારા સ્વામી વિવેકાનંદ ટાઉનહોલમાં એક દિવસસીય ગરબા સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં અનેક ખેલૈયાઓએ ભાગ લીધો હતો.  આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો. પ્રિયંકા પટેલ અને ડો. નયના સારડા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન  સંજયભાઈ અને મેહુલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ગરબા સ્પર્ધામાં વિજેતા ખેલૈયાઓને મહેમાનોના વરદ હસ્તે ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(6:37 pm IST)