Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

વડોદરાની તરૂણ નગર સોસાયટીમાં યુવકે નશાની હાલતમાં તોફાન મચાવતા રહીશોને હાલાકી

વડોદરા:શહેરના છાણી જકાતનાકા પાસે આવેલી તરૂણ નગર સોસાયટીમાં મોડી રાત્રે યુવક નશાની હાલતમાં ધારીયા સાથે તોફાન મચાવતા ભયનું વાતાવરણ છવાયું હતું.

છાણી જકાતનાકા પાસે આવેલી તરૂણ નગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે ગોપાલ માળી ( રહે -તરૂણ નગર સોસાયટી, છાણી જકાતનાકા પાસે, વડોદરા) ધારીયા સાથે તોફાન મચાવતા ભયનું વાતાવરણ છવાયું હતું. જાગૃત નાગરિકે આ અંગે પોલીસ કંટ્રોલને જાણ કરતા ફતેગંજ પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને નશો કરેલી હાલતમાં શોર મચાવતાં ગોપાલ માળીને ઝડપી પાડી તેની પાસેથી ધારિયું કબજે કર્યું હતું. પોલીસે આ અંગે હથિયારબંધી જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:13 pm IST)